Gujarat Weather forecast : આજે રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે મંગળવારે મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. જેમાં અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,ભાવનગર,દાહોદ,ડાંગ જેવા જિલ્લાઓનો સમાવેસ થાય છે.
Monsoon 2023 : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે મંગળવારે મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. જેમાં અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,ભાવનગર,દાહોદ,ડાંગ જેવા જિલ્લાઓનો સમાવેસ થાય છે.
આ પણ વાંચો : Gujarat Weather News : રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, જુઓ Video
તો અમદાવાદ, આણંદ,ગાંધીનગર,ગીર સોમનાથ,ખેડા, મહીસાગર,સાબરકાંઠા,સુરત તેમજ તાપી જિલ્લામાં દિવસ દરમિયાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો આજે કચ્છ અને રાજકોટમાં 34 ડિગ્રી રહે તેવી સંભાવના છે. બીજી તરફ છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની સંભાવના
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભરુચ અને સુરતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુલાઈ 6-7 પછી ફરી વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. 7 જુલાઈના રોજ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહે તેવી સંભાવના છે.
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
