Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંગ દાન મહા દાન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા અંગદાને આફ્રિકાની મહિલાને નવજીવન બક્ષ્યું

ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન કર્યું.

અંગ દાન મહા દાન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા અંગદાને આફ્રિકાની મહિલાને નવજીવન બક્ષ્યું
Ahmedabad Organ Donation
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Dec 18, 2022 | 6:05 PM

ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન કર્યું.આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના ૩૫ વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો.રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ 17 મી ડિસેમ્બરે થયેલું આ અંગદાન 96 મું અંગદાન હતું.આ અંગદાનની વિગતો જોઇએ. સુરેન્દ્રનગરના ૨૫ વર્ષીય રાકેશભાઇ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ ઉભી થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા.સિવિલ હોસ્પિટલના તબીબોના કાઉન્સિલિંગના કારણે તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા મળી.

અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને 2 વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ મહેનત તેમજ અંગદાતાના પરિવારજનોના સહકાર અને સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ 96 અંગદાન થયા છે. આ 96 અંગદાનમાં મળેલા 303 અંગોને 280 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.

બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા
Piles Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણો
શાહરૂખ ખાનની પત્નીની રેસ્ટોરન્ટમાં પીરસાયુ નકલી પનીર? યુટ્યુબરે કર્યો દાવો

આ અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો ગઇ કાલે રાત્રે જોવા મળ્યો છે. ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું.સિવિલ હોસ્પિટલની સિદ્ધિને બિરદાવતા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કહે છે કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">