Ahmedabad : પ્રમુખ સ્વામી મહોત્સવમાં ડૉક્ટર કોન્ફરન્સ, દેશ-વિદેશના 1200 થી વધુ તબીબોની સૂચક હાજરી

Ahmedabad : પ્રમુખ સ્વામી મહોત્સવમાં ડૉક્ટર કોન્ફરન્સ, દેશ-વિદેશના 1200 થી વધુ તબીબોની સૂચક હાજરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 1:00 PM

આ કોન્ફરન્સમાં તબીબી જગતના 9 જાણીતા તબીબો મેડિકલ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે. જેમાં દેશ-વિદેશના 1200 થી વધુ તબીબો આ કોન્ફરન્સમાં હાજર રહ્યા છે.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ડોક્ટર કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સમાં તબીબી જગતના 9 જાણીતા તબીબો મેડિકલ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે. મહત્વપૂર્ણ છે કે દેશ-વિદેશના 1200 થી વધુ તબીબો આ કોન્ફરન્સમાં હાજર રહ્યા છે. સાથે જ ભારતના મોટાભાગના રાજ્યોના નિષ્ણાંત તબીબોની પણ સૂચક હાજરી છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડૉક્ટર કોન્ફરન્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

આસ્થાનું કેન્દ્ર બન્યો પ્રમુખ સ્વામી મહોત્સવ

ધર્મ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બનેલા પ્રમુખસ્વામી મહોત્સવમાં પર્યાવરણના જતનનો પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વ આજે પ્લાસ્ટિકની સમસ્યાથી પીડાઇ રહ્યું છે, ત્યારે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વેસ્ટમાંથી બેસ્ટના સ્ટોલે આકર્ષણ જમાવ્યું છે. અહીં વેસ્ટ પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને તેમાંથી બનાવાયેલી વસ્તુઓને પ્રદશિત કરવામાં આવી છે. માત્ર પ્લાસ્ટિક જ નહીં,પરંતુ બિલ્ડિંગ વેસ્ટ અને ફૂડ વેસ્ટને ફરી વપરાશ લાયક બનાવવાની પણ માહિતી આપવામાં આવી રહી છે.

Published on: Dec 18, 2022 12:54 PM
g clip-path="url(#clip0_868_265)">