Ahmedabad : AMCમાં બે વર્ષમાં સિક્યુરીટી સર્વિસના નામે ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષનો આક્ષેપ, રૂ.128 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો આરોપ

વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે વિવિધ એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરત પ્રમાણે ડાયરેક્ટ સિક્યુરીટી ગાર્ડના ખાતામાં પગાર જમા થતો નથી. તેની જગ્યાએ જે તે સિક્યુરીટી સંસ્થાના ખાતામાં જમા થાય છે. જેથી સિક્યુરીટી ગાર્ડને મીનીમમ વેજીસ ચુકવાતું નથી.

Ahmedabad : AMCમાં બે વર્ષમાં સિક્યુરીટી સર્વિસના નામે ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષનો આક્ષેપ, રૂ.128 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો આરોપ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 26, 2023 | 8:59 AM

અમદાવાદમાં (Ahmedabad)  AMC દ્વારા પ્રાઇવેટ સંસ્થાઓને સિક્યુરીટી (Security) આપવા માટે એજન્સીઓને અપાતા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમરાડ ઉઠી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્કૂલબોર્ડ, સાબરમતી રિવરન્ટ, એ.એમ.સી.મેટ, ડેન્ટલ કોલેજ, જનમાર્ગ લી., એ.એમ.ટી.એસ. દ્વારા સિક્યુરીટી સર્વિસ માટે પ્રાઇવેટ સંસ્થાઓને સિક્યુરીટી તથા બાઉન્સર સપ્લાય કરવા માટે એજન્સીઓને મોટી રકમના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. તેમાં મોટા ભાગની એજન્સીઓ સત્તાધારી પક્ષ સાથે સાઠગાંઠ ધરાવતી હોવાનો AMCના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Gir Somnath : ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે દર વર્ષે સિક્યુરીટી એજન્સીઓને 65.૦૦ કરોડથી પણ વધુ રકમ ચૂકવવામાં આવે છે. તેમ છતાં ચોરી, ગુનાખોરી ગેરરીતી અસભ્ય વર્તન થવા બાબતે મોટા પ્રમાણમાં ફરિયાદો ઉભી થવા પામે છે ઘણી વાર ઘર્ષણ થવાની ઘટના પણ બનેલી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

સિક્યુરિટી ગાર્ડને યોગ્ય ભથ્થુ ન મળતુ હોવાનો આક્ષેપ

વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે વિવિધ એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરત પ્રમાણે ડાયરેક્ટ સિક્યુરીટી ગાર્ડના ખાતામાં પગાર જમા થતો નથી. તેની જગ્યાએ જે તે સિક્યુરીટી સંસ્થાના ખાતામાં જમા થાય છે. જેથી સિક્યુરીટી ગાર્ડને મીનીમમ વેજીસ ચુકવાતું નથી. જેથી લેબર એકટનો ભંગ થાય છે અને સિકયુરીટી ગાર્ડનું આર્થિક શોષણ થાય છે. પ્રોવિડન્ટ ફંડ ESI તથા સર્વિસ ટેક્સની પુરેપુરી રકમ જમા થતી નથી. તેમજ તેનાં ચલણ પણ ભરેલા હોતા નથી. જે બારોબાર ચાંઉ કરી દેવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્કૂલબોર્ડ, સાબરમતી રિવરફ્રન્ટ, એ.એમ.સી.મેટ, ડેન્ટલ કોલેજ, જનમાર્ગ લી, એ.એમ.ટી.એસ. વગેરે સ્થળે તમામ સિક્યુરીટી સંસ્થાના મળી 4268 જેટલા સિક્યુરીટી ગાર્ડ છે. રિવરફન્ટ ખાતે 383 જેટલા સિકયુરીટી ગાર્ડ હોવા છતાં ડ્રગ્સનો ગેરકાયદેસર વ્યાપાર તથા સેવન થાય છે. મહિલાઓની છેડતી, ચોરી પણ થાય છે. તેમજ અધિકારીઓ દ્વારા જરૂરી નહી હોવા છતાં સિક્યુરીટી ગાર્ડ પોતાની સુરક્ષા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે.

નિયમોનું ધ્યાન ન રાખવામાં આવતુ હોવાનો આક્ષેપ

મ્યુનિ હોસ્પિટલોમાં સિક્યુરીટી ગાર્ડ દ્વારા દર્દીઓના સગાવહાલાં સાથે અયોગ્ય વર્તન થતાં દર્દીઓના સગાઓ સાથે ઘર્ષણ તથા મારામારી થવાના બનાવો પણ બનેલી છે. ગાર્ડની ઉંચાઇ 5.5 ફુટ અને ઉંમર 18 થી 45 વર્ષની હોવી જોઇએ, તેમ છતાં મોટી ઉંમરના ગાર્ડ રાખવામાં આવેલ છે. ટેન્ડર કન્ડીશન પ્રમાણે CONTRACT LABOUR (REGULATION) ACT 1970 નું અમદાવાદ ખાતેનું લેબર રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ લીધેલુ હોતું નથી. સ્મશાનગૃહ અને બગીચાઓ જેવી જગ્યાએ નાઇટ શિફટમાં ગાર્ડ નહી મુકીને તેના બીલ ચુકવાય છે.

આ સાથે વિપક્ષે અનેક સવાલ પણ ઉઠાવ્યા છે. જેમ કે સિક્યુરીટી ગાર્ડ રાખવાના ટેન્ડરની મોટા માગની શરતોનો ભંગ થતો હોવા છતાં શા માટે સિક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતી સંસ્થાઓને છાવરવામાં આવે છે ? સીક્યુરીટી સર્વિસ બાબતે જરૂરી મોનીટરીગ પણ કરવામાં આવતું નથી સત્તાધારી ભાજપ દ્વારા આ તમામ બાબતોને નજર અંદાજ કરી માત્રને માત્ર પોતાના મળતીયા સપ્લાયરોને છાવરી ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">