Gir Somnath : ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે 30 મેના રોજ જેઠ શુક્લ દશમી અને મંગળવારે સાંજે ૬:૦૦ કલાકે ત્રિવેણી પૂજન તથા સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.

Gir Somnath : ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે
Somnath Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:47 AM

Gir Somnath : ગીર સોમનાથમાં(Somnath)પવિત્ર યાત્રાધામ સોમનાથ ધામમાં ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી સંગમ તટ પર મહાપૂજા(Mahapuja)અને સંધ્યા આરતી કરવામાં આવશે. 30 મે ના રોજ ગંગા દશેરા પર ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જોડાઈને પુણ્ય અર્જિત કરી શકશે. જેમાં પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજોની આત્મશાંતિ માટે ગંગા માતા અને શિવજીની ધરતી પર કઠોર તપસ્યાની કરી હતી.

આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે

ભગીરથના તપથી ગંગાજી અને શિવજી પ્રસન્ન થયા અને ગંગાજી બ્રહ્માજીના કમંડળથી નીકળી શિવજીની જટાઓમાં વિરાજમાન થયા અને ત્યારબાદ પૃથ્વી પર ગંગા માતાનું અવતરણ થયું હતું. ગંગાની ધરતી પર આવતા રાજા ભાગીરથના પૂર્વજોની આત્મા તૃપ્ત થઈ અને તેઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો તેથી આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.

ત્રિવેણી સંગમ ખાતે પૂજન અને આરતીનો કાર્યક્રમ પરંપરાગત દિવસે યોજવામાં આવે છે

આ પાવન દિને તીર્થ સ્નાનનું અનેરૂ મહત્વ રહેલું છે. ગંગા દશેરાના પવિત્ર દિવસે સોમનાથ ખાતે હિરણ, કપિલા, સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પૂજન અને આરતીનો કાર્યક્રમ પરંપરાગત દિવસે યોજવામાં આવે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે 30 મેના રોજ જેઠ શુક્લ દશમી અને મંગળવારે સાંજે ૬:૦૦ કલાકે ત્રિવેણી પૂજન તથા સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આ પૂજન અને આરતીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત થઇ પુણ્ય પ્રાપ્ત કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટ પંથકની ધર્મ અનુરાગી પ્રજાને હાર્દિક નિમંત્રણ આપે છે.

 ગીર સોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">