Gujarat માં કાળઝાળ ગરમીની શરૂઆત, શનિવારે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં લોકોને હીટવેવની અસરથી બચવા માટે હવામાન વિભાગે સૂચના જાહેર કરી છે. જ્યારે 9 એપ્રિલના રોજ હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છ માં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat માં કાળઝાળ ગરમીની શરૂઆત, શનિવારે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 8:45 PM

ગુજરાતમાં (Gujarat) કાળઝાળની ગરમી શરૂઆત થઈ ચૂકી છે. જેમાં 9 એપ્રિલના રોજ હવામાન વિભાગે હીટવેવની(Heat Wave)  આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં લોકોને હીટવેવની અસરથી બચવા માટે હવામાન વિભાગે સૂચના જાહેર કરી છે. જ્યારે 9 એપ્રિલના રોજ હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છ માં યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગરમીનો પારો અને વિસ્તારોમાં 44 ડિગ્રીને પાર પહોંચ્યો

જેમાં 8 એપ્રિલના રોજ પણ રાજ્યના ગરમીનો પારો અને વિસ્તારોમાં 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે…ત્યારે કાંકરિયા ઝુના પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે..પશુ પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે ઝુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.કાંકરીયા ઝૂમાં સિંહ, વાઘ, દીપડા અને પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે 25 જેટલા કુલર લગાવવામાં આવ્યા છે.પક્ષીઓને ગરમી ના થાય તે માટે પાંજરા ઉપર અને આસપાસ ગ્રીન નેટ લગાવવામાં આવી છે.પાણીની અંદર પશુ પક્ષીઓને ઓઆરએસ આપવામાં આવી રહ્યું છે અને ગાર્ડનમાં પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે..ગરમીમાં પ્રાણીઓ અને મુલાકાતીઓને તકલીફના પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે..બહારના તાપમાન કરતા ઝુમાં 4થી 5 ડીગ્રી ઓછું તાપમાન રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પ્રાણીઓ તથા પક્ષીઓને આપવામાં આવતા ખોરાકમાં પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

હવામાન વિભાગની અપીલ

મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો :  Surat : કોર્પોરેશનના શિક્ષકોએ ગ્રેડ પેના ઝડપી અમલ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું

આ પણ વાંચો :  ગુજરાતમાં રખડતા ઢોરના કાયદાને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આપ્યું આ નિવેદન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">