ગુજરાતમાં રખડતા ઢોરના કાયદાને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આપ્યું આ નિવેદન

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર  અંગેનો કાયદાને મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્મંત્રીએ બેઠક કરી હતી. આ બેઠક બાદ આ કાયદો મોકુફ રાખવાને નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રખડતા ઢોરના કાયદાને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આપ્યું આ નિવેદન
Gujarat Bjp President CR Paatil
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:02 PM

ગુજરાતમાં( Gujarat) રખડતા ઢોર ઉપર નિયંત્રણ ((Stray Animal Control Laws) લાવવા માટે કાયદો લાવવામાં આવ્યો છે. જેને લઈને માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેમાં અલગ અલગ જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો. જેને લઇને સરકારે હાલ પૂરતો તેનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. તેમજ વિધાનસભાની અંદર કાયદો લાગુ કરવામાં આવ્યો હતો તે પરત લેવા માટેની જ વાત કરી છે. વિધાનસભા સત્ર પૂર્ણ થતાની સાથે જ આ કાયદો છે હાલ પૂરતો સ્થગિત કર્યો છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર આ કાયદો રદ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેવું નિવેદન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કર્યો છે.

જેમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર રખડતા ઢોરોના પગલે જે વિરોધ ચાલી રહ્યો હતો. તેના નિરાકરણ માટે ગુજરાત સરકાર દ્વારા કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જે હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમજ આવનારા વિધાનસભા સત્રની અંદર ગુજરાત સરકાર દ્વારા આ કાયદો રદ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાથે આ કાયદો સંપૂર્ણપણે રદ થાય તેવો વિશ્વાસ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર  અંગેનો કાયદાને મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્મંત્રીએ બેઠક કરી હતી. આ બેઠક બાદ આ કાયદો મોકુફ રાખવાને નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી છે. જ્યારેથી આ વિધેયક પસાર થયો છે ત્યારેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજના  ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જોખ્યું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે  કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil) ને મળીને આ બાબતે રજૂઆત કરી હતી. માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે હાલ આ કાયદો મહાનગરપાલિકા પૂરતો છે. આ સાથે માલધારી સમાજને બાહેંધરી આપતા કહ્યું કે, તેમણે મુખ્યપ્રધાનને વિધેયકમાં ફેર વિચારણા કરવા અંગે રજૂઆત કરી છે.

આ પણ વાંચો : રાજકોટ ડેરીને ઇન્કમટેક્સ વિભાગે 173 કરોડની નોટિસ ફટકારી, ડેરીના ચેરમેને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને કરી રજૂઆત

આ પણ વાંચો : GST વિભાગનો ગાળિયો: સુરતમાં 44 ફ્લેટના બુકિંગ પેટે જીએસટી ભરવાના અખાડા કરતા ડેવલપર્સ પાસેથી 6 કરોડની વસુલાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">