દુબઈથી સોનાની તસ્કરીનો સામે આવ્યો નવો જ કીમિયો, લિક્વીડ કે નક્કર ફોર્મમાં નહીં પરંતુ અજમાવી એવી યુક્તિ કે પોલીસ પણ જોતી રહી ગઈ

|

Jun 28, 2024 | 1:29 PM

અમદાવાદમાં અવારનવાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગના બનાવો સામે આવતા રહે છે. જેમા સામાન્ય રીતે તસ્કરો લીક્વીડ ફોર્મમાં સોનુ લાવતા હોય છે. અથવા નક્કર સોનુ કોઈને કોઈ યુક્તિ અજમાવી છુપાવીને લાવતા હોય છે પરંતુ ઓઢવ પોલીસની તપાસમાં ગોલ્ડની તસ્કરીની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

દુબઈથી સોનાની તસ્કરીનો સામે આવ્યો નવો જ કીમિયો, લિક્વીડ કે નક્કર ફોર્મમાં નહીં પરંતુ અજમાવી એવી યુક્તિ કે પોલીસ પણ જોતી રહી ગઈ

Follow us on

અમદાવાદમાં સોનાની તસ્કરીની નવી જ મોડસ ઓપરેન્ડી પોલીસના ધ્યાને આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસની સતર્કતાથી ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઍરપોર્ટ પાસેથી રાજસ્થાન જતા ત્રણ આરોપીઓની ટ્રાફિક પોલીસની સતર્કતાથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દુબઈ કનેક્શન સામે આવતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ ત્રણ શખ્સો દુબઈથી માટીના સ્વરૂપમાં સોનુ લઈ આવ્યા હોવાની સૌપ્રથમ ઘટના સામે આવી છે. દુબઈથી નક્કર સોનુ લાવવાને બદલે માટીના સ્વરૂપમાં સોનાની દાણચોરી કરતા આ ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

80 લાખની કિંમતની સોનાની દુબઈથી સોનાની માટી લાવ્યા

ઓઢવ પોલીસે ધરપકડ કરેલા આ ત્રણ આરોપીઓના નામ શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ગોપાલપુરી ભુવનેશ્વરસિંહ સોઢા છે.આ ત્રણે આરોપીઓ મૂળ રાજસ્થાનના છે, પરંતુ અમદાવાદના સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી દિલ્હી પાસિંગની ક્રેટા ગાડી લઈને પસાર થતા હતા. તે વખતે અન્ય રાજ્યની ગાડી હોવાથી ટ્રાફિક પોલીસે વાહન રોકી તપાસ કરતા ગાડીમાંથી 80 લાખ રૂપિયાની કિંમતની સોનાની માટી મળી આવી હતી. પોલીસને શંકા જતાં ત્રણેય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી ક્રેટા ગાડી અને સોનું સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

માસ્ટર માઈન્ડ રાજસ્થાની શખ્સ ધર્મા દુબઈથી કરે છે સોનાની સ્મગલિંગ

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સોનુ ગેરકાયદે રીતે દુબઈથી અમદાવાદમાં લાવી રાજસ્થાન મોકલવાનો હોવાનું સામે આવ્યું છે.આ કેસનો મુખ્ય આરોપી ધર્મા નામનો શખ્સ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ દુબઈમાં રહી સોનાની સ્મગલિંગ કરી રહ્યો છે. સાથે જ રાજેશ અને અન્ય એક વ્યક્તિ જે ઝડપાયેલા આરોપીઓને ઍરપોર્ટની નજીક સોનાનો પાવડર આપી ગયો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે ધર્મા તથા રાજેશ જે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરે છે, તે મોબાઈલ નંબર દુબઈના છે.જેથી ઓઢવ પોલીસે ઍરપોર્ટ નજીક કઈ જગ્યાએથી સોનાનો પાવડર આરોપીઓને આપવામાં આવ્યો અને તે ઈસમ કોણ હતો તેની તપાસ શરૂ કરી છે.

જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર

દુબઈથી ગેરકાયદે રીતે સોનુ લાવી મોટાપાયે રાજસ્થાનમાં વેપાર કરવાનો પર્દાફાશ

ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પ્રથમ આરોપી મોહમ્મદ ફરાજ તેની આંખોની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાની હકીકત જણાવી રહ્યો હતો. પરંતુ તે અંગે કોઈ યોગ્ય હકીકત મળી આવી ન હતી. સાથે જ ઝડપાયેલા ત્રણેય આરોપી પ્રથમ વખત સોનું લેવા આવ્યા હોવાની કબુલાત કરી રહ્યા છે. તો બીજી તરફ આ કેસના બે આરોપી અગાઉ સોનુ લેવા માટે દિલ્હી પણ ગયા હતા, જોકે સોનું ન આવતા તેઓ પરત ફર્યા હતા. તેથી પોલીસને શંકા છે કે દુબઈથી ગેરકાયદેસર સોનું લાવી મોટાપાયે રાજસ્થાનમાં તેનો વેપાર કરવામાં આવે છે. જોકે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જો મહત્વનું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article