અમદાવાદમાં સામાન્ય તકરારમાં ખેલાયો ખૂની ખેલ, ભાડાના ડિપોઝિટની બબાલમાં માલિક દંપતીએ તલવાર ઝીંકી કરી નાખી હત્યા

|

May 09, 2024 | 9:44 PM

અમદાવાદમાં ભાડાના ડિપોઝિટની સામાન્ય તકરારમાં ખૂની ખેલ ખેલાયો છે. વટવામાં ભાડાના ડિપોઝિટની તકરારમાં માલિક દંપતીએ મહિલાની ભાડુઆતના પત્નીની તલવારનો ઘા ઝીંકી હત્યા કરી નાખી. ડિપોઝિટની રકમને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ રહી હતી એટલામાં દંપતીએ તલવારથી હુમલો કર્યો. જેમા ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે.

અમદાવાદમાં સામાન્ય તકરારમાં ખેલાયો ખૂની ખેલ, ભાડાના ડિપોઝિટની બબાલમાં માલિક દંપતીએ તલવાર ઝીંકી કરી નાખી હત્યા

Follow us on

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નિર્ભયસિંહ અને તેની પત્ની દેવીબેને એક મહિલાને તલવાર નો ઘા ઝીંકી હત્યા કરી દીધી છે. ઘટનાની વાત કરીએ તો આરોપી દંપતીનો વટવામાં નીલકંઠ એસ્ટેટમાં એક શેડ આવેલો છે. આ શેડ મૃતક વિધ્યાબેનના પતિ નિમેષ રાઠોડને ભાડે આપ્યો હતો. શેડના ભાડા પેટે ડિપોઝિટના રૂપિયા 30 હજાર આપ્યા હતા. જોકે ભાડુવાત દ્વારા ભાડે લીધેલો શેડ પરત કરી દીધો હતો જેની ડિપોઝિટને લઈને શેડ માલિક દંપતી અને ભાડુઆત દંપતી વચ્ચે તકરાર ચાલતી હતી. આ તકરાર એટલી ઉગ્ર થઈ કે નિર્ભયસિંહ અને તેમની પત્ની દેવીબેને તલવારથી વિદ્યાબેન પર હુમલો કરી દીધો. ગંભીર ઇજા પહોંચતા વિદ્યાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

શેડના ભાડાની તકરારમાં તલવારથી કરી દીધો હુમલો, ઈજાગ્રસ્ત મહિલાનું મોત

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપી દંપતી નિર્ભયસિંહ અને દેવીબેન નીલકંઠ એસ્ટેટમાં શેડ આવેલો હતો. જેમાં નિમેષ રાઠોડે 236 નંબરનો શેડ નિર્ભયસિંહ પાસેથી સપ્ટેમ્બર 2023માં ભાડે રાખ્યો હતો. જેમાં રૂપિયા 8 હજાર ભાડા પેટે નક્કી કર્યું હતું અને ડિપોઝિટ પેટે રૂપિયા 30 હજાર નિર્ભયસિંહને આપેલા હતા. નિમેષભાઈએ પોતાની પત્ની જીવી એન્ટરપ્રાઈઝના નામથી શેડમાં પાઇપનો વેપાર શરૂ કર્યો હતો. પણ આ ધંધો બરાબર ચાલતો નહિ હોવાથી 31 માર્ચ 2024 નાં રોજ શેડ ખાલી કરી દીધો હતો, મૃતક દ્વારા શેડનાં ડિપોઝિટ આપેલા 30 હજાર પરત માંગતા તેઓની વચ્ચે તકરાર શરૂ થઈ હતી અને આ તકરાર ઉગ્ર થતા નિર્ભયસિંહે તલવારથી વિદ્યાબેન પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા પતિ નિમેષ ભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં વિદ્યાબેનનું સારવાર દરમિયાન મોત નીપજતાં વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દંપતીની ધરપકડ કરી છે.

આરોપી દંપતીની વટવા પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી

વટવા પોલીસે પકડાયેલા આરોપી દંપતીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. હત્યામાં વપરાયેલી તલવાર ક્યાંથી લાવ્યા હતા એ દિશામાં તજવીજ શરૂ કરી છે હાલ પોલીસે તલવાર કબજે કરી છે. આ આરોપી દંપતીને 7 દીકરી અને એક દીકરો છે. સામાન્ય પરિવાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીએ ઝઘડાની ઉશ્કેરાટમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં બન્ને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: દાહોદના પરથમપુરામાં બુથ કેપ્ચરીંગ કેસમાં ચૂંટણી વિભાગે 6 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ, 11મેના રોજ ફરી થશે મતદાન

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article