અમદાવાદની 500 થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુ બંધ થશે? જાણો શું કહે છે આહના
અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસીએશને હાઈકોર્ટને અપીલ કરી છે કે અમને અમારો વ્યુ પોઈન્ટ રજુ કરવાની તક આપો. ભુતકાળમાં આજ કેસમાં પાર્ટી તરીકે દાખલ થવા અંગે અરજી કરી હતી જેને કોઈ પણ કારણો આપ્યા વગર રદ કરવામાં આવી હતી. આ એક પ્રકારનો અન્યાય છે.
AMC દ્વારા હોસ્પિટલોને ICU અને ગ્લાસ ફસાડ બાબતે નોટિસ આપવામાં આવી છે. એએમસી દ્વારા આઈસીયુના લોકેશન તેમજ ગ્લાસ ફસાડ અંગેની હાઈકોર્ટની સુચના બાદ અમદાવાદની હોસ્પિટલોને આપેલી નોટિસ બાબતે અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) દ્વારા જણાવવામાં આવ્યું કે આઈસીયુ ફરજીયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ તે સૂચન વૈજ્ઞાનિક તથ્યોથી સંપૂર્ણપણે વિરુદ્ધ દિશામાં છે. તેમણે આ બાબતે રીસર્ચ રીપોર્ટ પણ આપ્યા છે. આહનાના પ્રતિનીધીઓએ જણાવ્યું કે મેડીકલ જરૂરીયાતને અને સાયન્સને ઉપરોક્ત સુચનામાં સંપૂર્ણપણે અવગણવામાં આવેલ છે. દેશ-વિદેશની હોસ્પિટલમાં આગ કેમ લાગે છે તેનું પૃથક્કરણ કરવામાં આવેલ નથી.
આઈસીયુ પ્લાનીંગ અને ડીઝાઈનીંગના સુચનો
- ઈન્ડીયન સોસાયટી ઓફ ક્રીટીકલ કેરની મેડીકલ એક્ષપટ્ર્સની કમીટીમાં આઈસીયુ પ્લાનીંગ અને ડીઝાઈનીંગ 2020ના સુચનો મુજબ ગ્રાઉન્ડ ફ્લોર એવોઈડ કરવો જોઈએ.
- ઉપરના માળે આઈસીયુ હોવું હિતાવહ છે.
- આઈસીયુ હોસ્પિટલના શાંત અને એકાંતવાળા વિભાગમાં હોવું જોઈએ.
- દેશની તેમજ દુનિયાની મોટાભાગની હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોતા નથી, જેવી કે AIIMS, Medanta, APOLLO, SVP વગેરે.
નીચેના મુજબ કારણો આ સુચનો માટે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
મેડીકલ કારણો :
- જ્યાં પણ લોકોની અવરજવર વધુ હોય ત્યાં ચેપ લાગવાનો ભય વધી જાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ રાખવાથી ચેપ લાગવાનો ઈન્સીડેન્સ, લોકોની અવરજવર જોતા ખુબ વધી જઈ શકે છે.
- આગના કારણે થતા મૃત્યુની સામે હોસ્પિટલમાં લાગેલ ચેપના કારણે થતા મૃત્યુનો દર ખુબ જ વધ્યો છે.
- આઈસીયુમાં દર્દી ગંભીર હોય છે. પૂરતા પ્રમાણમાં મળતો સૂર્યપ્રકાશ આ ચેપને ઘટાડવામાં મદદરૂપ નિવડે છે. જે ઉપરના માળમાં વધુ મળી શકે છે.
- આઈસીયુનું લોકેશન ઓપરેશન થીયેટર / કેથલેબથી નજીક હોવુ જરૂરી છે. જેથી કરીને ઈમરજન્સીમાં દર્દીને તાત્કાલિક શીફ્ટ કરી શકાય.
નોન-મેડીકલ કારણો :
- આપણાં દેશમાં ચોમાસાની ઋતુમાં ફ્લડીંગ ખુબ જ સામાન્ય છે. જો આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવે તો ફ્લડીંગની શક્યતા ઉભી થાય છે.
- હોસ્પિટલમાં દર્દીના સગાંસબંધીના ટોળા આવતા હોય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ હોવાથી વાયોલેન્સ પણ વધી શકે છે.
હોસ્પિટલોમાં આગ લાગવાના કારણોનું વિશ્લેષણ :
- જાન્યુઆરી 2010 થી ડીસેમ્બર 2019ના સમયગાળામાં, હોસ્પિટલોમાં લાગેલ આગના બનાવોનું વિશ્લેષણ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનીટી મેડીસીન અને જનરલ હેલ્થ એક્ટ 2020માં કરવામાં આવ્યું છે.
- કુલ 33 બનાવોમાં 133 કેસ્યુલ્ટી થયેલ. ૨૫ બનાવો સરકારી હોસ્પિટલ અને 7 બનાવો ખાનગી હોસ્પિટલમાં થયેલ. 10 કિસ્સામાં આઈસીયુમાં આગ લાગવાના બનાવ બનેલ.
- ડો. આર. કે. દવે ના મુજબ હોસ્પિટલના સાધનો 5-10 ગણી વધુ ઈલેક્ટ્રીસીટીનું યુઝેઝ કરે છે જેથી લોડ 25% જેટલો વધી જાય છે.
- કોવિડના સમયમાં કુલ 24 આગના બનાવ બનેલ જેમાં 93 વ્યક્તિના દુઃખદ મૃત્યુ થયેલ. 24માં થી 13માં આગ આઈસીયુમાં લાગેલ.
આઈસીયુમાં આગ લાગવાના મુખ્ય કારણો
- આઈસીયુની ઓક્યુપેન્સી – જે લગભગ 100% હતી.
- એસી, વેન્ટીલેટર અને અન્ય ઉપકરણો, સતત દિવસ રાત ચાલુ રાખવામાં આવેલ.
- ક્રોસ વેન્ટીલેશનની અછત
- આગ લાગે તેવા પદાર્થોની હાજરી, પીપીઈ કીટ, ઓક્સીજન, સેનીટાઈઝર વગેરે.
ગ્લાસ ફસાડ બાબત :
- ગ્લાસ ફસાડ મોટાભાગની હોસ્પિટલોમાં લગાવવામાં આવતા હોય છે.
- મુખ્યત્વે તેનાથી પ્રકાશ, અને ટેમ્પરેચર કંટ્રોલ સારો રહે છે. જે ગ્લાસ ફસાડ બિલ્ડીંગના આગળના જ ભાગમાં હોય તો આગ લાગે ત્યારે ધુમાડો સાઈડથી અને પાછળથી નિકળી શકે છે.
- જો ગ્લાસ ફસાડ ખુલી શકતા હોય તો તેને દુર કરવાનું કોઈ કારણ નથી.
આહનાએ રજુ કરેલાં તારણો
- આઈસીયુનું લોકેશન નક્કી કરવામાં ઘણા પરીબળો ભાગ ભજવે છે.
- ઈલેક્ટ્રીક શોર્ટ સર્કીટ, આગ લાગવાનું મુખ્ય કારણ છે.
- ઈલેક્ટ્રીક ઓડીટ કરાવવાથી આગના બનાવો ઘટી શકે છે.
- ટ્રેનીંગ અને આગ પ્રતિરોધક સાધનોની જાળવણી આગ રોકવા માટેની મહ્ત્ત્વની છે.
- ગ્રાઉન્ડ ફ્લોર આઈસીયુ રાખવાથી ચેપ લાગવાથી થતા મૃત્યુદરની સંખ્યા ખુબ વધુ હોઈ શકે છે.
- આવા નિર્ણયો લેતા પહેલાં એક્ષપર્ટનો અભિપ્રાય મેળવવો જરૂરી છે.
અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસીએશને હાઈકોર્ટને અપીલ કરી છે કે અમને અમારો વ્યુ પોઈન્ટ રજુ કરવાની તક આપો. ભુતકાળમાં આજ કેસમાં પાર્ટી તરીકે દાખલ થવા અંગે અરજી કરી હતી જેને કોઈ પણ કારણો આપ્યા વગર રદ કરવામાં આવી હતી. આ એક પ્રકારનો અન્યાય છે. આહના માને છે કે નેશનલ બિલ્ડીંગ કોડમાં ઘડેલા નિયમોથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.