AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Rain: ભારે વરસાદ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને અગવડતા ન પડે તે માટે કેવું છે આયોજન, જાણો

અમદાવાદમાં 3 ક્લાક પડેલા ભારે વરસાદને કારણે એરપોર્ટ પરિસરમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. મહત્વનું છે કે એરપોર્ટના રસ્તા પર ખાડા પડવાના પણ બનાવો સામે આવ્યા છે. આ સાથે એરપોર્ટ ઓથોરિટીની સરાહનીય કામગીરી પણ સામે આવી છે.

Ahmedabad Rain: ભારે વરસાદ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને અગવડતા ન પડે તે માટે કેવું છે આયોજન, જાણો
Darshal Raval
| Edited By: | Updated on: Jul 23, 2023 | 8:05 PM
Share

Ahmedabad Heavy Rain: અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા હોવાની ઘટના બની છે. શહેરના રસ્તાની સાથે એરપોર્ટના રસ્તા પર પણ વરસાદી અસર (rain effect) જોવા મળી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેવલપ થઈ રહેલા પાર્કિંગ એરિયાના રસ્તા પર ખાડા પડ્યા છે. રસ્તા અને ફૂટપાથ બેસી જતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયુ છે. બેસી ગયેલા રસ્તાને કોર્ડન કરી વેટ મિસ નાખવામાં આવી છે. તેમજ તે તરફનો પણ રસ્તો અવર જવર માટે બંધ છે.

અમદાવાદમાં 3 કલાક પડેલા ભારે વરસાદને કારણે એરપોર્ટ પરિસરમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. છેલ્લા કેટલાક વર્ષથી એરપોર્ટમાં પાણી ભરાવાની સમસ્યામાં વધારો થયો છે તો હવે એરપોર્ટના રસ્તા પર ખાડા પડવાની પણ ઘટનાઓ સામે આવી છે. ખાડા પડવાના સ્થળે જલ્દી કામ પૂર્ણ કરી મુસાફરોને સુવિધા આપવાનો એરપોર્ટ ઓથોરિટીનો પ્રયાસ છે. તેમજ વરસાદ સમયે વરસાદી પાણી નિકાલ કરવા અને મુસાફરોને મદદરૂપ બનવા એરપોર્ટ દ્વારા કર્મચારીઓને કામે લગવાયા હતા. મહત્વનું છે કે યાત્રીઓને મુશ્કેલી નહીં સર્જાય તે દિશામાં કામગીરી કરવામાં આવી છે.

વરસાદ દરમાયન સર્જાયેલી સમસ્યાને લઈ એરપોર્ટ સિક્યુરિટી વિભાગની સરાહનીય કામગીરી પણ સામે આવી હતી. જેમાં ધોધમાર પડેલા વરસાદને કારણે પાણી ભરાયા હતા. જેને કારણે આ વરસાદી માહોલ વચ્ચે કારમાંથી નીકળી ગયેલી નંબર પ્લેટ સિક્યુરિટી વિભાગ એકઠી કરી હતી.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ, જુઓ Video

એરપોર્ટ પર ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા ગાડીઓમાંથી પાણીના પ્રેશરના કારણે નંબર પ્લેટો ગાડી માંથી નીકળી ગઈ હતી. એરપોર્ટ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પરથી દસથી વધારે નંબર પ્લેટો મળી આવતા તેને એકઠી કરાઈ અને એરપોર્ટ પર સરદાર પટેલના સર્કલ પાસે સિક્યુરિટી પાસે નંબર પ્લેટ રખાઈ. નંબર પ્લેટ ભૂલનાર કારચાલક સિક્યુરિટી પાસે જઈને પોતાની નંબર પ્લેટ મેળવી શકે છે. પોતાની નંબર પ્લેટ અગાઉ શહેરમાં કેટલાક અંડર પાસ અને રસ્તા ઉપર આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
g clip-path="url(#clip0_868_265)">