અમદાવાદમાં 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહીઃ કંડલા-સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે

અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં અને સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. ઉતરી પશ્ચિમ પવનના કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

અમદાવાદમાં 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહીઃ કંડલા-સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે
Gujarat Heatwave Forecast
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 09, 2022 | 2:15 PM

હવામાન વિભાગ (Meteorological Department) આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી (forecasts) કરી છે. અમદાવાદમાં 45, કંડલામાં 44,સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવ (heatwave) જાહેર કરાયું છે. આજે સૌરાષ્ટ્ર, કંડલા, અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહ્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં અને સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. ઉતરી પશ્ચિમ પવનના કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગે આગામી કરી છે કે અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કંડલામાં અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થવાની શકયતા પણ રજુ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદની સાથે ગાંધીનગર અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ આગાહી નથી અને વેસ્ટ બંગાળના વાવાઝોડાની રાજ્ય પર કોઈ અસર નહિ થાય.

ગઈ કાલે અમદાવાદમાં મહત્તમ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે વડોદરામાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, અમરેલીમાં 42.2 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન જૂનાગઢમાં 42.2 ડિગ્રી, પાટણમાં 41.6 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર. કંડલા. અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહ્યું. તો આગામી બે દિવસ તાપમાનમાં વધારા સાથે અમદાવાદ. ગાંધીનગર. પાટણમા અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. થોડા દિવસ પહેલા દક્ષિણ માંથી પવન ફૂંકાવવાના કારણે ભેજવાળા પવનથી તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. જોકે હાલમાં ઉતરી પશ્ચિમ પવનના કારણે સૂકા પવન આવતા ફરી તાપમાનમાં વધારો થયો છે.

તો વધતી ગરમી અને ભેજવાળા વાતાવરણ વચ્ચે રાહતના સમાચાર એ પણ હતા એ આગામી 5 દિવસ રાજ્યમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી. તો વેસ્ટ બંગાળના વાવાઝોડાની રાજ્ય પર કોઈ અસર નહિ હોવાનું પણ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">