સાબરમતી નદીના પ્રદૂષણ મામલે મેયર કિરીટ પરમારનો દાવો, કોર્પોરેશન બહારના વિસ્તારોમાં નદી પ્રદૂષણનો બની શિકાર

Ahmedabad: સાબરમતી નદીના પ્રદૂષણ મામલે મેયર કિરીટ પરમારે લુલો બચાવ કરતા કહ્યુ કે કોર્પોરેશનની હદ બહારના વિસ્તારોમાં નદી પ્રદૂષણનો શિકાર બની રહી છે અને શહેરી વિસ્તારમાં ઉદ્યોગો દ્વારા પાણી છોડાતુ હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશુ.

સાબરમતી નદીના પ્રદૂષણ મામલે મેયર કિરીટ પરમારનો દાવો, કોર્પોરેશન બહારના વિસ્તારોમાં નદી પ્રદૂષણનો બની શિકાર
સાબરમતી નદીમાં વધ્યુ પ્રદૂષણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 5:48 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીમાં ટ્રીટ કરેલું પાણી જ છોડે છે. પ્રદૂષણ બહારના વિસ્તારમાં થાય છે. આ દાવો કર્યો છે શહેરના મેયર કિરીટ પરમારે. એક તરફ સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી બની ચૂકી છે, ત્યારે મેયર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. મેયર કિરીટ પરમારનો દાવો છે કે કોર્પોરેશન બહારના વિસ્તારોમાં નદી પ્રદૂષણનો શિકાર બની રહી છે. મેયરે સ્પષ્ટતા પણ કરી કે શહેરી વિસ્તારમાં જો ઉદ્યોગો દ્વારા પાણી છોડાતુ હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું.

AMC દ્વારા ટ્રીટ કરેલુ પાણી જ નદીમાં છોડવામાં આવે છે- મેયર કિરીટ પરમાર

અમદાવાદના મેયરે જણાવ્યુ કે સાબરમતી નદીમાં AMC દ્વારા ટ્રીટ કરેલુ પાણી જ છોડવામાં આવે છે. પરંતુ ક્યાંક કોઈક જગ્યા એવી હશે કે જ્યાંથી અમદાવાદ શહેરના બહારના વિસ્તાર કે જ્યાંથી સાબરમતીની શરૂઆત થઈ છે એ વિસ્તારની અંદર કોઈ ફેક્ટરી કે ઓદ્યોગિક એકમનું જોડાણ હશે પ્રદૂષિત પાણીવાળુ. તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર યોગ્ય પગલા લેશે.

વિશાલા બ્રિજ નીચેના નદીના પટમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાય છે

મેયર ભલે કોર્પોરેશન વિસ્તારમાં સાબરમતી નદીને લઈને સબ સલામતનો દાવો કરે પરંતુ ટીવીનાઈનના કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે. અમદાવાદના વિશાલા બ્રિજ નીચેના નદીના પટમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું છે. આ કોઈ ડ્રેનેજ કે ગટરનું પાણી નથી. કોકાકોલા જેવું દેખાતુ પ્રદૂષિત ઝેરી પાણી છે. આ પ્રદૂષિત પાણીના પાપે સાબરમતી નદીના અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે. એક તરફ મેયરનો દાવો તો બીજી તરફ પર્યાવરણવિદ અને શહેરીજનો આ દાવાને પાયા વિહોણો ગણાવી રહ્યા છે અને કોર્પોરેશનના પાપે જ નદી પ્રદૂષિત થયાનો આરોપ લગાવી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પર્યાવરણવિદ જણાવે છે કે 100 ટકા નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી પાછળ કોર્પોરેશન જવાબદાર છે. કારણ કે આ જે પાણી આવે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી આવે છે. નારોલ, દાણીલીમડાથી લઈ છેક નરોડા સુધીની પ્રદૂષિત પાણી સાબરમતીમાં આવે છે. તે અમદાવાદ શહેરનું જ છે.

અન્ય એક પર્યાવરણવિદે જણાવ્યુ કે સાબરમતીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી પાછળ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બંને જવાબદાર છે. તેમણે જણાવ્યુ કે કોર્પોરેશનમાં ભાજપની બોડી, રાજ્યમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર મળીન ત્રિપલ એન્જિનની સરકાર હોવા છતા સાબરમતી નદી પ્રદૂષિત છે.

ગુજરાત હાઈકોર્ટ સાબરમતીના પ્રદૂષણ મુદ્દે સંજ્ઞાન લીધું છે ત્યારે હાઈકોર્ટના કોર્ટ મિત્રએ સમાજને જાગૃત બનીને આગળ આવવા અપીલ કરી છે. કોર્ટ મિત્રનું માનવું છે કે સાબરમતીને બચાવવી પડશે. અન્યથા પવિત્ર નદી માત્ર ફોટોગ્રાફમાં જ જોવા મળશે અને ભવિષ્યની પેઢીને આપણે મજબૂરીમાં કહેવું પડશે કે “અહીં સાબરમતી નદી વહેતી હતી”.

આ પણ વાંચો: Gujarati Video : ગુજરાત હાઇકોર્ટે AMC ને સાબરમતી આશ્રમ રી-ડેવલોપમેન્ટનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો 

અમદાવાદના વિશાલા બ્રિજ પાસે સાબરમતી નદીના હાલ બેહાલ છે. આ વિસ્તાર કોર્પોરેશનમાં જ આવે છે ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું કોર્પોરેશન તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યું છે કે પછી AMCનું તંત્ર ખરેખર સ્થિતિથી અજાણ છે. ત્યારે આવો જોઇએ વિશાલા બ્રિજ નીચે સાબરમતીના કેવા છે. ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

g clip-path="url(#clip0_868_265)">