મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં નવા વર્ષે 275થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

TV9 GUJARATI

|

Updated on: Nov 08, 2021 | 9:09 PM

શ્રી સ્વામિનારાયણ મંદિર, - મણિનગર ગાદી સંસ્થાન દ્વારા નૂતનવર્ષે અન્નકૂટનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. જેમાં પારંપરિક મીઠાઈ-ફરસાણ ધરાવવામાં આવ્યા હતા.

AHMEDABAD : દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નૂતન વર્ષના પાવન અવસરે સ્વામિનારાયણ ભગવાનને 275 થી વધુ વાનગીઓનો રસથાળ પણ ધરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, – મણિનગર ગાદી સંસ્થાન દ્વારા નૂતનવર્ષે અન્નકૂટનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. જેમાં પારંપરિક મીઠાઈ-ફરસાણ ધરાવવામાં આવ્યા હતા.

ભગવાનને અન્નકૂટ ધરાવ્યા બાદ તેના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સ્વામીએ જણાવ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે.

તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

આ પણ વાંચો : Usha Uthupએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati