Ahmedabad: રાજયની વડી અદાલતમાં લોક અદાલત યોજાઈ, 635 પેન્શનર્સને મળ્યો ન્યાય
રાજયની વડી (Gujarat high court)અદાલત ગુજરાત હાઇકોર્ટ ખાતે ઐતિહાસિક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને 635 પેન્શનર્સની ( Pensioners )સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

અમદાવાદના (Ahmedabad)એસ.જી હાઇવે ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Courrt )ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમારના વડપણમાં યોજાયેલી લોક અદાલતમાં 635 પેન્શનર્સનો વર્ષો જૂનો પ્રશ્ન સમાધાનકારી વલણથી ઉકેલાયો. આ લોકઅદાલતમાં રાજ્ય સરકારે પણ સરાકાત્મક અભિગમ દાખવ્યો હતો. સાથે સાથે રાજ્યના નિવૃત થયેલા વિવિધ પ્રોફેસરોના વર્ષોથી અટવાયેલા પેન્શનના મુદ્દાનો નિકાલ લાવવામાં આવ્યો હતો. આ સુખદ ઉકેલ બાદ દર મહિને રાજ્ય સરકાર પર રૂપિયા 6-7 કરોડનો પેન્શનનો બોજ આવશે. સરકાર પેન્શનના એરિયર્સના 500 કરોડ રૂપિયાની પણ ચૂકવણી કરશે,
આ સમગ્ર પ્રક્રિયા દ્વારા પ્રશ્નો ઉકેલવા માટે એડવોકેટ જનરલે રાજ્ય સરકારની કામગીરીના તેમજ લોકઅ દાલતના વખાણ કર્યાં હતા. લોક અદાલતની સમગ્ર પ્રક્રિયા મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ આર.એમ. છાયાના માર્ગદર્શનમાં યોજાઈ હતી.
ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ એથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને હાઈકોર્ટના સિનિયર જજ આર.એમ છાયાએ જણાવ્યું કે તેમના માટે પણ આજે આ મહત્વની અને ગૌરવની ક્ષણ છે, કારણ કે પહેલી વાર આ પ્રકારે અરજદાર પેન્શનરોને પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે.
કેવી હોય છે લોક અદાલતની કામગીરી
લોક અદાલત યોજનાનું નક્કી થાય તેના પુરતા સમય પહેલા જાહેરાત કરવામાં આવે છે. આ માટે બાર એસોસીએશન જરૂરી ઠરાવો પણ કરે છે. પક્ષકારોની સમતિથી તેમજ કેસો લોક અદાલતમાં મુકવામાં આવે ત્યારે પક્ષકારોને આ બાબતની જાણ લેખિત નોટિસથી કરવામાં આવે છે. તેમને લોક અદાલતની તારીખ, સમય અને સ્થળે હાજર રહેવા સૂચના અદાલતમાં આવે છે.
આવા પક્ષકારો લોક અદાલતમાં હાજર થાય ત્યારે, તેમનો કેસ સમાધાન પંચ પાસે રજૂ થાય છે. જેમાં એડવોકેટ અને ગામના સામાજિક કાર્યકરો વિગેરેનો સમાવેશ થાય છે. તેઓ પક્ષકારોને સમજાવીને તેઓની તકરારનો નિકાલ લાવવા પ્રયત્ન કરે છે અને પક્ષકારોનું તકરારનું નિરાકરણ થાય તો તે મુજબ લેખિત સમાધાન નોંધવામાં આવે છે. તે સંબંધકર્તા ન્યાયધીશ સમક્ષ રજૂ થાય છે સમાધાન ઉપર કાયદા મુજબન આદેશ ફરમાવવામાં આવતા તે રીતે કાયદા મુજબ કેસનો નિકાલ થાય છે, જેથી પક્ષકારોને અદાલતમાં આવવા-જવાનો, સાક્ષીઓ લાવવાનો ખર્ચ થતો નથી, તેમજ રીવીઝનનો ખર્ચ થતો નથી અને પક્ષકારોને અને સાક્ષીઓને ફરીથી અદાલતામાં આવવું પડતું ન હોવાથી તેમના સમયનો બચાવ થાય છે.