ગુજરાત હાઇકોર્ટ પહેલી એવી હાઇકોર્ટ છે જે ઓફિશિયલ Telegram ચેનલ કરશે શરૂ
આજકાલ ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશનથી સંપર્ક અને માહિતી આપવાનો ક્રેઝ વધ્યો છે.વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓ ટેલિગ્રામથી લોકો સુધી પોતાની માહિતી પહોંચાડતી રહે છે.
આજકાલ ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશનથી સંપર્ક અને માહિતી આપવાનો ક્રેઝ વધ્યો છે.વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓ ટેલિગ્રામથી લોકો સુધી પોતાની માહિતી પહોંચાડતી રહે છે. તેવામાં હવે ગુજરાત હાઈકોર્ટે પણ 1 માર્ચથી ટેલિગ્રામ ચેનલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 1 માર્ચે ગુજરાત હાઈકોર્ટ અધિકારિક ટેલિગ્રામ ચેનલ શરૂ કરનારી દેશની પહેલી હાઈકોર્ટ બની જશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે 1લી માર્ચથી ગુજરાત હાઇકોર્ટ પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરશે. પ્રેસ રિલીઝ, પરિપત્ર, લાઈવ યૂટ્યૂબ લિંક, કોઝલિસ્ટ, સહિતની તમામ માહિતી જે વેબસાઈટ પર અપલોડ કરાવવામાં આવે છે તેને ટેલિગ્રામ ચેનલ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ચેનલ સબસ્ક્રાઈબરને લેટેસ્ટ જાણકારી માટે ઘણી ઘણી વેબસાઈટ જોવી પડશે નહિ. ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ જ્યારે અપ્રાપ્ત હશે ત્યારે કામ લાગશે.
Latest Videos
Latest News