Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video

Ahmedabad : હાટકેશ્વર બ્રિજ વારંવાર બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો.

Ahmedabad : હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 3:57 PM

સામાન્ય રીતે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરી પ્રજાજનોને રાહત આપવાનો હોય છે. પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થયો છે. આ બ્રિજ છે હાટકેશ્વર જંક્શનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ. આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઇ ગયા છે. પરંતુ 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા બ્રિજનું બેસણુ યોજ્યું હતુ.

મંજુરી વિના કાર્યક્રમ કરતા પોલીસની કાર્યવાહી

વારંવાર હાટકેશ્વર બ્રિજ બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે પરવાનગી ન લીધી હોવાથી પોલીસે આ કાર્યક્રમ રાખનારા લોકો સામે કાર્યવાહી કરી હતી અને બેસણામાં બેઠેલો લોકોને ત્યાંથી હટાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે રહીશોમાં નારાજગી પ્રવર્તી છે. લોકોની માગ છે કે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ, પ્રજા સામે નહીં.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો

તો પોલીસની કાર્યવાહી સામે પ્રજામાં રોષ ફેલાયો છે અને આ રોષનો વિરોધ કરવા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. એક તરફ પ્રજામાં વિરોધનો સૂર બુલંદ બન્યો છે, તો બીજી તરફ કાર્યવાહીના નામે પોલીસ દ્વારા દમન ગુજરાવાનો લોકો આરોપ કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું ભ્રષ્ટાચારના ઓવરબ્રિજ મામલે મનપાના શાસકો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે ?

બ્રિજમાં વારંવાર પડે છે ગાબડા

આપને જણાવી દઇએ કે પ્રજાના ટેક્સના રૂપિયા 40 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે. પરંતુ આ બ્રિજ આફતનો બ્રિજ સાબિત થયો છે. વારંવાર આ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. ત્યારે લોકોની માગ છે કે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. લોકોનો આરોપ છે કે, બ્રિજના કારણે ટ્રાફિકજામનો પ્રશ્ન સર્જાયો છે અને વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">