Bharuch : આજે ભરૂચવાસીઓની સુવિધામાં થઇ રહેલ વધારાના સારા સમાચાર મહત્વના છે. ભરૂચને વધુ એક ફલાયઓવર(Flyover)ની ભેટ મળી રહી છે તો રાજકીય ઉથલપાથલની ઘટના પણ સામે આવી છે. કોંગી નેતા(Congress Leader) તેમના પક્ષ સાથે છેડો ફાડી ભાજપા(BJP) માં જોડાયા છે . અકસ્માત સાથે કેટલાક સમાચાર પોલીસ વિભાગ(Bharuch Police) તરફથી પણ સાંપડી રહયા છે. અંકલેશ્વરમાં ટેન્કરચાલકની ભૂલ રેલવે તંત્રની ચિંતામાં વધારો કરે તેવી પણ એક ઘટના સામે આવી હતી . આ તમામ ખબરો ઉપર કરો એક નજર ભરૂચને વધુ એક ફલાયઓવરની ભેટ મળશે ભરૂચના દહેજ રોડ ઉપર 3.5 કિમિ લાંબો ફ્લાય ઓવર આકાર પામશે. દહેજ જીઆઇડીસીને નેશનલ હાઇવે 48 સાથે જોડતા માર્ગ ઉપર ABC ચોકડીથી મઢુલી શ્રવણ ચોકડી,શેરપુરા ચાર રસ્તા થી જંબુસર ચોકડીને જોડતા 3.5 કિલોમીટર એલિવેટેડ ફલાયઓવર બ્રિજ માટે રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી છે. આ ફ્લાયઓવર 375 કરોડ ના ખર્ચે બનશે એલીવેટેડ બ્રિજ બનશે. બ્રિજના નિર્માણથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાઓનું નિવારણ થશે. સબજેલના કેદીનું મોત નીપજ્યું ભરૂચ સબજેલમાં સજા કાપી રહેલ કેદીનું મોત નીપજ્યું છે. 39 વર્ષીય જાવીદ પીરું ભાઈ મુલતાનીનામના કેદીનું મોત નીપજ્યું હતું. ભરૂચ સબ જેલમાં તબિયત લથડતા તેને વધુ સારવારઅર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કોંગ્રેસના આમોદ તાલુકાના પ્રમુખે કેસરિયો ધારણ કર્યો આમોદ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને આછોદ તાલુકા પંચાયતના સભ્ય એવા હરેશ ભાઈ પટેલે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસને અલવિદા કરવા પાછળનું હજુ કોઈ સ્પષ્ટ કારણ હરેશ પટેલે જણાવ્યું નથી જોકે તેમને ભાજપની વિચારધારા વધુ અનુકૂળ અને પ્રજાલક્ષી હોવાનું જણવ્યું હતું. અંકલેશ્વરના પિરામણ રેલવે અંડર બ્રિજના ગડરમાં ટેન્કર ફસાયું આજે સ્વર્ણ સુમારે પિરામણ રેલવે અંડર બ્રિજના ગડરમાં ટેન્કર ફસાયું હતું. આ ગડર બ્રિજની સુરક્ષા માટે ઊંચા વાહનો અટકાવવા લગાવાયેલ હતું. ટેન્કર ચાલક વાહનની ઊંચાઈને નજર અંદાજ કરી વાહન હંકારતા ગડરમાં ટેન્કર ફસાયું હતું. સદનશીબે આ લાપરવાહીના કારણે રેલવે બ્રિજને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. માર્ગ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત વાગરાના અલાદર ગામ નજીક 2 બાઇક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ચાલકોને ઈજાઓ પોહચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવારઅર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસનો મોટો આક્ષેપ, સરકારી હોસ્પિટલોમાં તબીબીઓની અછત આ પણ વાંચો : ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી