અમદાવાદ અને વડોદરામાં 4 હજાર 400 EWS આવાસ માટે મળશે જમીન, CM ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી

શહેરી આવાસની સુવિધા વધુ વિકસે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM bhupendra patel)દ્વારા વડોદરા તેમજ અમદાવાદમાં ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી.

અમદાવાદ અને વડોદરામાં 4 હજાર 400 EWS આવાસ માટે મળશે જમીન, CM ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી
CM approves TP scheme in Ahmedabad and Vadodara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 11:34 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel)દ્વારા આપવામાં આવેલી  ટી.પી.સ્કીમની મંજૂરી બાદ વડોદરા અને  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રોડ રસ્તાનું કામ ઝડપથી થશે.  જેથી નાગરિકોને મળતી સુવિધામાં વધારો થશે.શહેરી આવાસની સુવિધા વધુ વિકસે તે માટે મુખ્યમંત્રી દ્વારા વડોદરા તેમજ અમદાવાદમાં ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને (TP scheme )મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૧ પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ, ૧ ફાઈનલ સ્કીમ સહિત ૪ ડ્રાફ્ટ સ્કીમ મંજૂરી આપી છે. પ્રીલીમનરી સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં ૨૬ માં મકરબા અને ફાઈનલ સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં. ૩૭માં દાણીલીમડા નોર્થનો સમાવેશ થાય છે. તો વડાદરા ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ભાયલી-ગોકુલપુરા-રાયપુરા તથા ટી.પી. સ્કીમ નં. ૪2માં કોયલીનો સમાવેશ થાય છે.

આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૦૧ પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ૪ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ એમ કુલ પાંચ ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૫૧.૮૪ હેક્ટર્સ જમીન, બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે કુલ ૬૧.૫૨ હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે ૫૨.૮૯ હેક્ટર્સ જમીનની ફાળવણી કરવામાં આવશે. આ પાંચ સ્કીમમાં અંદાજે કુલ ૪૬,૪૦૦ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોનું નિર્માણ થઈ શકશે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

આ અગાઉ પણ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેવિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી  હતી. આ નિર્ણય હેઠળ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં 38/1 દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. 61 ખોરજ ખોડિયારનો સમાવેશ કરવામાં આવ્યો  હતો તો   મુખ્યમંત્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી હતી, તે સ્કીમમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.20(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(જામનગર), વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 10 (ગોત્રી-ગોરવા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(સમીયાલા-બીલ) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 24/એ (અંકોડીયા-ખાનપુર-સેવાસી-મહાપુરા)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">