Surat : સુરતના ટાઉન પ્લાનીંગમાંથી દેશના અન્ય શહેરોએ પ્રેરણા લેવી જોઈએ : કેન્દ્રીય શહેરી વિકાસ સચિવ
સુરતના (Surat )ટાઉન પ્લાનિંગ સ્કીમોના અમલ બાબતે મીટીંગ દરમિયાન સુડા અને મનપા દ્વારા બનાવવામાં આવી રહેલા 67 કી.મી.ના આઉટર રીંગરોડના પ્રેઝન્ટેશન જોઇને મનોજ જોશી રીતસર અભિભુત થઇ ગયા હતા.
દેશભરના 100 સ્માર્ટ સિટીના(Smart City ) અધિકારીઓ અને ડેલિગેટ હાલમાં સુરતના (Surat )મહેમાન બન્યા હતા . રાજ્યમાં(State ) પ્રથમવાર અને સુરત શહેરના આંગણે યોજાયેલા સ્માર્ટ સિટીની સમિટમાં દેશભરના ડેલિગેટ અને અધિકારીઓ સામે સુરત મહાનગર પાલિકાને પોતાની સિદ્ધિઓ અને કામગીરી બતાવવાની તક મળી હતી. જેનો સુરત મહાનગર પાલિકા પણ ભરપૂર લાભ ઉઠાવી રહી છે. કેન્દ્રીય શહેરી વિકાસ સચીવ મનોજ જોશી સુરતના ટાઉન પ્લાનિંગનો ચિતાર જોઈ ખુશખુશાલ થઇ ગયા હતા. સ્માર્ટ સિટીની સમિટમાં તેઓએ સુરતના ટાઉન પ્લાનિંગમાંથી દેશના અન્ય શહેરો પણ પ્રેરણા લે તો સુગ્રથીત વિકાસના આયોજન થઇ શકે તેવો મત તેઓએ વ્યકત કર્યો હતો. તેઓએ અધિકારીઓ સાથે સુડા ભવન ખાતે મીટીંગ કરી હતી. જેમાં સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ પણ હજાર રહયા હતા.
તેઓએ સુરત મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી. સુરતના ટાઉન પ્લાનિંગ સ્કીમોના અમલ બાબતે મીટીંગ દરમિયાન સુડા અને મનપા દ્વારા બનાવવામાં આવી રહેલા 67 કી.મી.ના આઉટર રીંગરોડના પ્રેઝન્ટેશન જોઇને મનોજ જોશી રીતસર અભિભુત થઇ ગયા હતા. ટાઉન પ્લાનિંગ એકટનો અમલ માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજયોમાં જ થાય છે. તેમાં પણ ગુજરાતના શહેરોનો વિકાસ ટાઉન પ્લાનિંગ સ્કીમોના ઝડપી અમલીકરણના કારણે સુગ્રથિત રીતે થઇ રહયો છે.
કેન્દ્રના શહેરી વિકાસ સચીવ મનોજ જોશીને સુરતના ટાઉન પ્લાનિંગમાં રસ પડયો હતો. જે બાબતે તેણે સ્માર્ટ સીટી સમીટના પોતાના સંબોધનમાં પણ ઉલ્લેખ કર્યો હતો. મનોજ જોશીએ સુરતમાં વિવિધ તબક્કે મંજૂર થઇ રહેલી 135 ટી.પી.સ્કીમો અને આયોજન જાહેર થવાનું છે તે ટીપી સ્કીમો અંગે જાણકારી મેળવ્યા બાદ પ્રભાવિત થયા હતા.
ટાઉન પ્લાનિંગ સ્કીમના આટલા ઝડપી અમલીકરણ માટે સુરતના અધિકારીઓની પીઠ થાબડી હતી. અને દેશના અન્ય શહેરો પણ સુરતની પેર્ટન પર સુગ્રથીત વિકાસ માટે ટાઉન પ્લાનિંગનો અમલ કરે તેવી લાગણી વ્યકત કરી હતી. આઉટર રિંગરોડ જેના પ્રોજેકટ માટે સરકારે જમીનના બદલામાં ચુકવાતા રીવોર્ડમાં જ કરોડો રૂપીયા ચુકવવા પડતા હોય છે, પરંતુ કેન્દ્રીય સચીવે જયારે જાણ્યું કે, આઉટર રીંગરોડ માટેની જમીન માટે મનપાએ એક પણ રૂપીયો ચુકવ્યો નથી ત્યારે તેમને રસ પડ્યો હતો.
મનપા કમિશનર બંછાનીધી પાનીએ મનોજ જોશીને સમજાવ્યું હતું કે, જયાથી આઉટર રીંગરોડ બનાવવાનો હતો તે વિસ્તારોમાં પહેલા ટી.પી. સ્કીમો બનાવાઇ જેના કારણે રસ્તાની જમીન મનપાને ટીપીની કપાતમાં જ મળી ગઈ અને આઉટર રીંગરોડના પ્રોજેકટના કારણે જમીનોના ભાવ વધતા હોવાથી જેની જમીન કપાતમાં જતી હતી તે લોકો પણ હોંશે હોશે તૈયાર થઇ જતા હતા જેથી વળતર ચુક્વવાની જરૂરિયાત જ ઉભી થઇ ન હતી.
સુડા અને મનપા દ્વારા બનાવવામાં આવી રહેલા 67 કી.મી.ના આઉટર રીંગરોડના પ્રેઝન્ટેશન જોઇને રીતસર અભિભુત થઇ ગયા હતા. કેન્દ્રીય શહેરી વિકાસ સચીવ મનોજ જોશીએ સુડા અને સુરત મનપાના અધિકારીઓ તેમજ રાજયના ટાઉન પ્લાનર સાથે સમીટના એકદમ વ્યસ્ત સીડયુલમાંથી સમય કાઢીને એક મહત્વની મીટીંગ કરી હતી. આ મિટિંગમાં સુરત મનપા કમિશનર બંછાનીધી પાની, ટાઉન પ્લાનિંગ અધિકારી મનીષ ડોકટર, સુડાના અધિકારીઓ, રાજય સરકારના ટાઉન પ્લાનર દત્તા સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :
Surat: દિલ્હી-પંજાબની જેમ ગુજરાતમાં પણ ફી વધારા-ડોનેશન પર પ્રતિબંધની માગ ઉઠી, આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને અપાયુ આવેદન
સુરત પોલીસનું ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો