JEE મેઈન્સમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગિયે માર્યું મેદાન, 3 વિષયમાં મેળવ્યા 100માંથી 100 માર્ક્સ

Narendra Rathod

|

Updated on: Feb 07, 2023 | 6:50 PM

Ahmedabad: દેશની ટોપ 12 એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમા અમદાવાદના કૌશલ વિજયવર્ગીયે મેદાન માર્યુ છે અને ત્રણ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.

JEE મેઈન્સમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગિયે માર્યું મેદાન, 3 વિષયમાં મેળવ્યા 100માંથી 100 માર્ક્સ
JEE મેઈન્સનું પરિણામ જાહેર

Follow us on

રાજ્ય અને દેશની શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE મેઈન્સ પ્રથમ તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેઈઈ મેઈન જાન્યુઆરી સત્રની પરીક્ષામાં કુલ 8.6 લાખ વિદ્યાર્થીઓએ બી.ટેક. માટે અરજી કરી હતી. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સંપૂર્ણ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. દેશભરમાં માત્ર 20 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ સફળતા મળી છે.

અમદાવાદના કૌશલ વિજયવર્ગિયે માર્યુ મેદાન

દેશની ટોપ 12 એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE નું જાન્યુઆરી સત્રનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓએ બાજી મારી છે. અમદાવાદના કૌશલ વિજયવર્ગીય નામના વિદ્યાર્થીએ જેટલા માર્ક્સની પરીક્ષા હતી, એટલા માર્ક મેળવ્યાં છે. કુલ 300 માર્કની આ પરીક્ષા હતી જેમાં કૌશલે પૂરેપૂરા 300 માર્ક પ્રાપ્ત કર્યા છે. તો અમદાવાદ ALLEN ના હર્ષલ સુથારે ગણિત અને ભૌતિક શાસ્ત્ર એમ બે વિષયમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.

દેશની ટોપ 12 કોલેજમાં પ્રવેશ માટે લેવાય છે JEE પરીક્ષા

આઠ વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ચાર વિદ્યાર્થીઓએ ગણિતમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે અને બે વિદ્યાર્થીઓએ રસાયણશાસ્ત્રમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. રાજ્યની અને દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે JEE મેઇન્સ પરીક્ષા યોજાતી હોય છે. મેઇન્સ બાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે જેના થકી વિદ્યાર્થીઓને IIT, NIT માં પ્રવેશ મળે છે.

ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર JEE મેન્સની પરીક્ષા યોજાય છે. આ બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું સારું પરિણામ હોય એ પરિણામ માન્ય રાખવામાં આવે છે અને એના આધારે એડમિશન મળતું હોય છે. કૌશલ વિજયવર્ગીય એ વાત કરતા જણાવ્યું કે હું ધોરણ 9 થી એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી JEE માટે તૈયારી કરી રહ્યો હતો. હવે મારું ફોકસ JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા ટોપ 50 રેન્કમાં આવવાના ગોલ સાથે તૈયારી કરી રહ્યો છું. હું કોમ્પ્યુટર સાયન્સ કરવા માગું છું.

દેશભરના 8.96 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

JEE મેઈન્સમાં 100 ટકા સાથે અમદાવાદના બે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. કૌશલ વિજયવર્ગીય અને હરસુલ સુથારને 100 પરસેન્ટાઇલ મળ્યા છે. કૌશલે ત્રણેય વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. તો હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં 100 માર્ક્સ મેળવ્યા છે. દેશભરના 8.96 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એન્જિનિયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેધારી નીતિ, એક જ ગુનામાં સામાન્ય વિદ્યાર્થીને આજીવન પરીક્ષા રદ્દની સજા જયારે ભાજપના નેતાને માત્ર 4 વર્ષ !

95.79 ટકા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

આ વર્ષે JEE મેઇન 2023 સત્ર 1 પરીક્ષા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 8.6 લાખ વિદ્યાર્થીઓએ BE, B.Tech માટે નોંધણી કરાવી હતી. આ સિવાય બી. આર્ક અને બી. પ્લાનિંગ માટે રજીસ્ટર કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 0.46 લાખ હતી. પેપર 1 ની પરીક્ષા માટે નોંધાયેલા 8.6 લાખ વિદ્યાર્થીઓમાંથી 8.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ રીતે 95.79 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. NTA દ્વારા JEE Mainનું પેપર લેવાઈ રહ્યું છે ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ સંખ્યા છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati