કડવા પાટીદાર દીકરીઓને માત્ર 1 રૂપિયાના ટોકન ફી લઇને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ અપાશે
51 કરોડ જેટલા 'મા ઉમિયા શરણમ મમ' મંત્ર લખેલી મંત્ર બુકને સ્થાપિત કરાશે. માત્ર 100 જ દિવસમાં 51 કરોડ મંત્ર લખીને મંત્ર લેખન બૂક તૈયાર કરાશે. 100 દિવસના ટૂંકા ગાળામાં 51 કરોડ મંત્ર લખવાનો રેકોર્ડ કરાશે.
કડવા પાટીદારની દીકરીઓને સોલા ઉમિયા કેમ્પસ ખાતે માત્ર એક રૂપિયાની ટોકન ફી લઈને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ અપાશે. આ અત્યંત મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. તારીખ 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મહિલા મહાઅધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પધારી હતી.
આ પ્રસંગે શ્રી ઉમિયા મતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી દિલીપ નેતાજીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં ઉમિયા કેમ્પ ખાતે ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત છે. જેમાં સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપનાર દિકરીઓને માત્ર એક રૂપિયાના ટોકનથી તાલીમ અપાશે. સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રૂપિયા 1500 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે.
જેના ભાગરુપે આગામી તારીખે 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતાજીનું 136 ફૂટ ઉંચું ભવ્ય મંદિર નિર્માણ કરાશે. તમામ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા, બેન્ક્વેટ હોલ ઉપરાંત 1500 દિકરીઓ અને વર્કીંગ વુમન માટે અત્યંત સુવિધાયુક્ત અદ્યતન હોસ્ટેલ નિર્માણ કરાશે.
51 કરોડ જેટલા ‘મા ઉમિયા શરણમ મમ’ મંત્ર લખેલી મંત્ર બુકને સ્થાપિત કરાશે. માત્ર 100 જ દિવસમાં 51 કરોડ મંત્ર લખીને મંત્ર લેખન બૂક તૈયાર કરાશે. 100 દિવસના ટૂંકા ગાળામાં 51 કરોડ મંત્ર લખવાનો રેકોર્ડ કરાશે. કોઈપણ મંદિર, ધાર્મિક સંસ્થા દ્વારા 100 દિવસમાં 51 કરોડ મંત્ર લેખન તૈયાર કરાયા નથી. મા ઉમિયા માતાજી સંસ્થાનના વહીવટમાં બહેનોની શક્તિને પ્રાધાન્ય આપવાના નિર્ણય અંતર્ગત કમિટીમાં બહેનોની સંખ્યા વધારીને 51 કરવાનો નિર્ણય કરાયો છે.
20 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. જેમાં 10 હજાર કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે.અમદાવાદને ગાંધીનગરથી બહેનોને સ્થળ પર લાવવા અને પરત જવા માટે 30 જેટલી એએમટીએસ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહિલા મહાઅધિવેશન કાર્યક્રમના મુખ્ય આયોજક અને મહિલા કન્વિનર ડો.જાગ્રુતી પટેલે ઉપસ્થિત બહેનોને શપથ લેવડાવ્યા હતા. ડો.જાગ્રુતી પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વહીવટી શક્તિ, યુવા શક્તિ, મહિલા શક્તિનો સમાજના ઉત્થાન અને વિકાસ માટે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે. નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો સંગઠીત બનશે તો સમાજ ઓજસ્વી અને તેજસ્વી બનશે. બહેનોએ પણ મંદિર નિર્માણ માટેની 500 રૂપિયાની એક ઈંટ માટે દાનની સરવાણી વહાવી હતી.