અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી મેળવી એક ઇસમે 4 જ કલાકમાં કર્યો એવો કાંડ, દુકાન માલિક માથું ખજવાળતા રહી ગયા
અમદાવાદના એક જવેલર્સ શોપમાં એક યુવક ચોરી કરવાના આયોજન સાથે નોકરીએ લાગ્યો. 4 કલાક માં જ તેનો ઈરાદો પાર પાડી દીધો. નિયમ મુજબ શોપમાં સ્ટોકની ગણતરી કરી અને cctv ની ચકાસણી કરી તો યુવકની કારતૂત નો ભાંડો ફુટ્યો અને પોલીસે ચોરી કરનાર અને ચોરીના દાગીના લઈ જનારની ધરપકડ કરી.
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ મથક ની હદમાં શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારી એ સોનાની માળાની ચોરી કરી હતી. પોલીસની ગિરફ્તમાં ઉભેલ મયુર ઉર્ફે રાજા ખટીક 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરીએ આવ્યો અને 4 કલાક બાદ બપોરે બે વાગે સંચાલક તથા સ્ટાફ ના અન્ય લોકોની નજર ચુકવી રૂપિયા 2.68 લાખ ની કિંમત ની 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી.
cctv ની ચકાસણી કરતાં ભાંડો ફૂટ્યો
આરોપી મયુરે તેના સાથીદાર હર્ષ ઉર્ફે બબલુને ચોરો કરેલી માળા આપી દીધી પરંતુ આ બાબત થી જવેલર્સ માં.સૌ કોઈ અજાણ રહ્યા. સાંજે જ્યારે સ્ટોક ની ગણતરી કરી તો એક માળા નો હિસાબ મળતો નહોતો cctv ની ચકાસણી કરી તો ખબર પડી કે આ માળા તો તેમનોજ એક દિવસ નો કર્મચારી સેરવી ગયો અને પછી નોંધાઈ પોલીસ ફરિયાદ.
ચોરેલો માલ માણેક ચોક ખાતે એક સોની વેપારીને વેચી આવ્યો
ઘાટલોડીયા પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રએ માણેક ચોક ખાતે એક સોની વેપારીને વેચી આવ્યો છે. મોજશોખ પુરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘાટલોડિયા પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, સાથેજ તેઓના ભૂતકાળને ચકાસી રહી છે કે તેઓ એ અન્ય કોઈ ચોરી કે ગુનાઓને અંજામ આપ્યો છે.