જય સ્વામિનારાયણ: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજથી અધ્યાત્મ, સમાજસેવા અને સમર્પણના ત્રિવેણી ઉત્સવનો થશે પ્રારંભ, PM Modi કરશે ઉદ્ધાટન

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  (PM Modi )મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ વિશાળ સંખ્યામાં બીએપીએના અનુયાયીઓ પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે ત્યારે આજે આયોજિત થનારી સભા માટે પ્રવેશ મેળવી લેવા માટે હરિભક્તોને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે.

જય સ્વામિનારાયણ: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજથી અધ્યાત્મ, સમાજસેવા અને સમર્પણના ત્રિવેણી ઉત્સવનો થશે પ્રારંભ, PM Modi કરશે ઉદ્ધાટન
Pramukh Swami Shatabdi Mohotsav is BAPS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 7:56 AM

અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો સાંજથી પ્રારંભ થશે. સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના પાંચ વાગ્યે આ મહોત્સવને ઉદ્ધાટિત કરશે. તેઓ સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને ત્યાંથી સીધા ઓગણજ મહોત્સવ સ્થળે જ પધારશે.

હરિભક્તોને આપી દેવામાં આવી છે વિશેષ સૂચના

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ વિશાળ સંખ્યામાં બીએપીએસના અનુયાયીઓ પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે ત્યારે આજે આયોજિત થનારી સભા માટે પ્રવેશ મેળવી લેવા માટે હરિભક્તોને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે. જે હરિભક્તો આજની સભામાં હાજર રહેવાના છે તેઓએ ચાર વાગ્યા પહેલા જ  સભા સ્થળે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું છે.   તેથી શિસ્ત અને સુરક્ષાની પરિસ્થિતિ જળવાયેલી રહે.  સભામાં પ્રવેશ કરતા હરિભક્તોને પ્રવેશ સ્થળે જ ફૂડ  પેકેટ પણ આપી દેવામાં આવશે તેમજ  સાંજે સભાનું સમાપન 8-30 થી 9 વાગ્યા દરમિયાન  થશે. ઉદ્ધાટન સભામાં યુવાનો અને બાળકો તેમજ સંત વૃંદ દ્વારા ભાગવાન સ્વામિનારાણ તેમજ પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અંગે વિશેષ પ્રસ્તુતિઓ  કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નગરમાં સુરક્ષા  વ્યવસ્થાનો સઘન બંદોબસ્તા

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે.. આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે

કાર્યક્રમોની વિગતવાર રૂપ-રેખા

  • 14 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે
  • 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે
  • 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન
  • 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
  • 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
  • 20 ડિસેમ્બરે સંવાદિતા દિન
  • 21 ડિસેમ્બરે સમરસતા દિન
  • 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
  • 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
  • 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
  • 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
  • 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
  • 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
  • 28 ડિસેમ્બરે સેવા દિન
  • 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
  • 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
  • 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
  • 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
  • 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
  • 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
  • 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
  • 5 જાન્યુઆરીએ મહિલા દિન-1
  • 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
  • 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
  • 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
  • 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન-
  • 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના
  • 15 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">