IPL 2024ની મેચ દરમ્યાન બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લાગી અમદાવાદની લૂ, ગુજરાતની આ હોસ્પિટલમાં કરાયા દાખલ

શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે એક વાગ્યે KD હોસ્પિટલ લઈ જવાયા, મહત્વનું છે કે હાલમાં તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે.

| Updated on: May 22, 2024 | 7:42 PM

હાલમાં IPL 2024 ચાલી રહી છે આ દરમ્યાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPLની મેચ યોજાઇ હતી. કોલકાતા હાલની સિઝનમાં સારું પ્રદર્શ કરી રહી છે. ત્યારે KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. બોલિવૂડના કિંગ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવ્યા હતા.

આ દરમ્યાન તેઓ અમદાવાદના ગ્રાઉન્ડ પર પણ ફર્યા હતા. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે પોલીસ સૂત્રો મુજબ શાહરૂખ ખાન હજુ પણ હોસ્પિટલમાં જ એડમિટ છે.

ipl 2024 shahrukh khan admitted ahmedabad kd hospital

શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી આઇટીસી નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતા. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

શાહરૂખને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા કેડી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં હેલ્થ ચેકઅપ કરતા તેમને ડીહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી. લગભગ બપોરના 1 વાગ્યા દરમિયાન તેને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.

અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">