IPL 2024 : અમદાવાદમાં ખેલાનારા 3 રોમાંચક મુકાબલા માટે મેટ્રોના સમયમાં ફેરફાર, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી, જુઓ Video

|

Mar 22, 2024 | 3:05 PM

આઈપીએલ 2024ની શરુઆત આજથી થવાની છે. આજથી આઈપીએલની 17મી સીઝનનો પ્રારંભ થશે.બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલા મેચના શેડ્યુલ પ્રમાણે અમદાવાદમાં ત્રણ મેચ રમાવાની છે. આ મેચના પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે.

IPL 2024 : અમદાવાદમાં ખેલાનારા 3 રોમાંચક મુકાબલા માટે મેટ્રોના સમયમાં ફેરફાર, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી, જુઓ Video

Follow us on

આઈપીએલ 2024ની શરુઆત આજથી થવાની છે. આજથી આઈપીએલની 17મી સીઝનનો પ્રારંભ થશે.બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલા મેચના શેડ્યુલ પ્રમાણે અમદાવાદમાં ત્રણ મેચ રમાવાની છે. આ મેચના પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે.

મેટ્રોના સમયમાં ફેરફાર

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPLની ત્રણ મેચ રમાવાની છે. 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ મેચ યોજાવાની છે, ત્યારે આગામી IPL 2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 વાગ્યાથી રાત્રે 12.00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પડાઇ

આ ઉપરાંત જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આ ત્રણ દિવસ IPL મેચોના દિવસોમાં પરત ફરવા સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડી છે. 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ ફિકસ 50 રુપિયાના ભાડા પર મળતી સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે.

સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ

    • સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફિકસ 50 રુપિયા રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
    • IPL મેચના દિવસે સાંજના સમયે ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે 8.00 કલાકથી સ્પેશ્યલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.
    • સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાત્રે 10.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ અંગે જીએમઆરસીના રાબેતા મુજબના નિયમો/પ્રક્રિયાઓ સ્પેશ્યલ પેપર ટિકીટ પર લાગુ પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article