Ind Vs Pak Match ને લઈ ચાલતા ટિકિટ ફ્રોડના કિસ્સાઓથી રહો સાવચેત, આ રીતે ચકાસો અસલી અને નકલી ટિકિટ
અમદાવાદમાં યોજાનાર ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈ ટિકિટની શોર્ટેજ હોવાને કારણે ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ નથી મળી રહી જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ખોટી ટિકિટો બતાવી અથવા તો ડુપ્લીકેટ ટિકિટો ઝેરોક્ષ કરાવી તેને સોશિયલ મીડિયા ઉપર અસલી ટિકિટ તરીકે વેચી રહ્યા છે. જોકે આ વાત થી ડરવાની જરુર નથી અહીં સમગ્ર માહિતી તમને આપવામાં આવી છે કે કરી રીતે તમે ટિકિટ સાચી છે તે તપાસી શકશો.
હાઈ વોલ્ટેજ ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની ટિકિટોને લઈને ક્રિકેટ પ્રેમીઓ અલગ અલગ માધ્યમો થકી ટિકિટ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ટિકિટની શોર્ટેજ હોવાને કારણે ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ નથી મળી રહી જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા ઉપર ખોટી ટિકિટો બતાવી અથવા તો ડુપ્લીકેટ ટિકિટો ઝેરોક્ષ કરાવી તેને સોશિયલ મીડિયા ઉપર અસલી ટિકિટ તરીકે વેચી રહ્યા છે અને પૈસા પડાવી રહ્યા છે. ત્યારે તમે પણ જો સોશિયલ મીડિયા થકી ટિકિટો ખરીદી હોય તો જાણો કે તમે ખરીદ કરેલી ટિકિટ અસલી છે કે નકલી.
હાલમાં ભારત પાકિસ્તાન મેચની ટિકિટની ખુબજ સોર્ટેજ જોવા મળી રહી છે. લોકો ઓનલાઈન અલગ અલગ માધ્યમો થતી ટિકિટ ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ટિકિટ નથી મળી રહી ત્યારે હવે આ ટિકિટની લાભ લઈને અમુક લોકો ક્રિકેટ પ્રેમીઓને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો પર ડુપ્લીકેટ ટિકિટ અથવા તો ઓરીજનલ ટિકિટનો ફોટો બતાવી લોકો પાસેથી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોકે બદનામીના ડરથી લોકો પોતે છેતરાયા હોવાની ફરિયાદ પોલીસને નથી કરી રહ્યા.
જો આપે પણ સોશિયલ મીડિયા થકી ટિકિટ ખરીદી છે તો તમે પણ આવા લોકોનો શિકાર નથી બન્યા ને ? શું તમારી પણ ટિકિટ ખોટી કે ડુપ્લીકેટ નથી ? તમે મેળવેલી ટિકિટ કઈ રીતે ચકાસશો એ અમે તમને બતાવશું.
એરીજનલ અને ડુપ્લીકેટ ટિકિટ કઈ રીતે ચકાસશો
સામાન્ય રીતે ઓરીજનલ ટિકિટમાં એવા ચાર મુદ્દાઓ છે કે જેને થકી આપણે ડુપ્લીકેટ કે ઓરિજિનલ ટિકિટ છે કે કેમ તેની ચકાસણી કરી શકશું.
ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપર
ઑરીજનલ ટિકિટમાં ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરિજનલ ટિકિટ થોડીક ફડવામાં આવે અથવા ચેડાં કરવામાં આવે ત્યારે એક અલગ ગુલાબી રંગનું લેયર દેખાઈ છે જે ડુપ્લીકેટમાં નથી હોતું.
ટેમ્પર-એવિડન્ટ વોઈડ ઈન્ડીકેટર
એરિજનલ ટિકિટની ઝેરોક્ષ કરવામાં આવે ત્યારે તે ઝેરોક્ષ માં વોઇડ લખાઈ ને આવે છે જેના કારણે ઓરીજનલ અને ડુપ્લીકેટ ઓળખ થઈ શકે છે.
માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન
માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન સમજદારીપૂર્વક સંકલિત કરવામાં આવ્યું છે, જેને ફક્ત મેગનીફાઈન લેન્સ દ્વારા જ જોઈ શકાય છે. જે ડુપ્લીકેટ ટિકિટમાં જોવા મળતું નથી.
બારકોડ
દરેક ઓરીજનલ ટિકિટમાં પોતાનો અલગ બરકોડ આપવામાં આવ્યો છે જે દરેક ટિકિટમાં અલગ અલગ આપવામાં આવ્યો છે. જે બારકોડ એન્ટ્રી ગેટ પર સ્કેન કરી પ્રવેશ આપવામાં આવે છે.