IND vs PAK Breaking News: નમો સ્ટેડિયમમાં ફરી ચાલશે અરિજિત સિંહના અવાજનો જાદુ, અમિતાભથી લઈને રજનીકાંત સુધીના સ્ટાર મેચ જોવા આવશે

ODI વર્લ્ડ કપ 2023 શરૂ થયો ત્યારે ઓપનિંગ સેરેમની યોજાઈ નહોતી. હવે સમાચાર આવી રહ્યા છે કે BCCI ભારત- પાકિસ્તાન મેચ દરમિયાન ઓપનિંગ સેરેમનીની ઉણપની ભરપાઈ કરશે. આ કોઈ ઓફિશિયલ ઓપનિંગ સેરેમની નહીં હોય, પરંતુ આ મેચ દરમિયાન ક્રિકેટ જગત અને બોલિવૂડના અનેક સ્ટાર્સ અમદાવાદ સ્ટેડિયમ પહોંચશે.

IND vs PAK Breaking News: નમો સ્ટેડિયમમાં ફરી ચાલશે અરિજિત સિંહના અવાજનો જાદુ, અમિતાભથી લઈને રજનીકાંત સુધીના સ્ટાર મેચ જોવા આવશે
india vs Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 5:04 PM

Ahmedabad : ODI વર્લ્ડ કપ 2023માં કોઈ ઓપનિંગ સેરેમની નહોતી, પરંતુ ભારત- પાકિસ્તાન મેચ (IND vs PAK) દરમિયાન એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચ જોવા બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજ કલાકારો આવશે. આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમનીની જેમ સિંગર અરિજીત સિંહ ફરી નમો સ્ટેડિયમમાં પરફોર્મન્સ આપશે.

ODI વર્લ્ડ કપ 2023 શરૂ થયો ત્યારે ઓપનિંગ સેરેમની યોજાઈ નહોતી. હવે સમાચાર આવી રહ્યા છે કે BCCI ભારત- પાકિસ્તાન મેચ દરમિયાન ઓપનિંગ સેરેમનીની ઉણપની ભરપાઈ કરશે. આ કોઈ ઓફિશિયલ ઓપનિંગ સેરેમની નહીં હોય, પરંતુ આ મેચ દરમિયાન ક્રિકેટ જગત અને બોલિવૂડના અનેક સ્ટાર્સ અમદાવાદ સ્ટેડિયમ પહોંચશે.

ભારત-પાકિસ્તાનની મેચ અંગેની મોટી અપડેટ

  • આ મેચમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન હાજરી આપશે.
  • અરિજીત સિંહ સ્ટેજ પર પરફોર્મ કરશે, રમત પહેલા રંગારંગ કાર્યક્રમ યોજાશે.
  • પીસીબી અધ્યક્ષ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત Vs પાકિસ્તાન મેચમાં હાજરી આપશે
  • 60+ પાકિસ્તાની પત્રકારો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ કવર કરવા માટે આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે.  દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં રહીને આ મેચ નિહાળશે. મેચ દરમિયાન લોકપ્રિય ગાયક અરિજીત સિંહ પણ પરફોર્મ કરશે. મેચ દરમિયાન આતશબાજી કે લેસર શો પણ થશે.  જણાવી દઈએ કે BCCI કે ICCએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી, જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે.

આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. તે જ સમયે, અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને જીતની દાવેદાર માનવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">