Ahmedabad સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ

|

Jan 28, 2023 | 11:49 PM

ગુજરાતમાં મેડિકલ કૉલેજ અને તબીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, 'પ્રેક્ટિકલ હેન્ડબૂક ઓફ ટેમ્પોરલ બોન્ડ અને મિડલ ઈયર ક્લેફ્ટ'એ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સર્જીકલ માર્ગદર્શિકા છે

Ahmedabad સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ
Ahmedaba Sola Civil Hospital

Follow us on

ગુજરાતમાં મેડિકલ કૉલેજ અને તબીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ‘પ્રેક્ટિકલ હેન્ડબૂક ઓફ ટેમ્પોરલ બોન્ડ અને મિડલ ઈયર ક્લેફ્ટ’એ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સર્જીકલ માર્ગદર્શિકા છે જેનો ધ્યેય સર્જીકલ પ્રક્રિયાના અનુસરણ અને તેના મહત્વની ઊંડાણપૂર્વક સમજૂતી આપવાનો છે. જેનાથી સર્જરી સહજ અને સરળ રીતે કરી શકાશે.

હોસ્પિટલમાં મોંધાથી મોંધા ઉપકરણો વસાવવામાં  આવ્યાં

આ પ્રસંગે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાઈ એન્ડ માઈક્રોસ્કોપ કૌશલ્ય સર્જરી માટે સ્કીલ લેબ અને પ્રેક્ટિકલ હેન્ડ બુક ઓફ ઇયર સર્જરીનું લોકાર્પણ કરતા મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. આજે ભારત વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરીને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધ્યું છે. ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે બહુઆયામી વિકાસ સાધ્યો છે. અગાઉ આપણે આરોગ્ય ક્ષેત્રે અન્ય પાસેથી યંત્રો લાવીને સર્જરી કરતા હતા, જ્યારે આજે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અને માળખાકીય સુવિધાઓમાં સતત વિકાસના પરિણામે હોસ્પિટલમાં મોંધાથી મોંધા ઉપકરણો વિકસાવવામાં આવ્યાં છે.

રાજ્યમાં 36 મેડિકલ કૉલેજ ઉપલબ્ધ

આજે ગુજરાતે આરોગ્ય સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસની ગતિને વેગ પકડ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ બનાવવાના જોયેલા સ્વપ્નને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આગળ વધારી રહી છે. જેના પરિણામે આજે રાજ્યમાં 36 મેડિકલ કૉલેજ ઉપલબ્ધ બનતા 6700 જેટલા અન્ડર ગ્રેજ્યુએટ એમ.બી.બી.એસ. ડૉક્ટર્સ દર વર્ષે ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ બનાવીને યુ.જી. ઉપરાંત પી.જી. અને સ્પેશ્યલ ડૉકટર્સની સંખ્યામાં પણ વધારો કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે તેમ તેમણે કહ્યું હતુ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે

તેમણે વધુમા જણાવ્યું કે, રાજ્ય સરકારના દર્દીલક્ષી અભિગમ અને પ્રયાસોના પરિણામ સ્વરૂપ ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 900 કરોડના ખર્ચે આરોગ્યલક્ષી સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધાઓના નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે.જેના થકી આ બંને હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

કોરોના રસીકરણના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું કે , કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિશ્વના અન્ય દેશો સમક્ષ ભારતની ક્ષમતાનો પરચો બતાવ્યો છે. તાજેતરમાં જ દેશમાં વિકસેલી સ્વદેશી કોવિશીલ્ડ અને કો-વેક્સીન દુનિયાની શ્રેષ્ઠ રસીઓમાં સ્થાન મેળવ્યું છે જે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

5 લાખની સહાય ને રૂપિયા 10 લાખ કરવાનો જનહિતલક્ષી નિર્ણય

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને સરળતાથી શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધરીને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂપિયા 5 લાખની સહાય ને રૂપિયા 10 લાખ કરવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે જેની શરૂઆત થોડાક દિવસોમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદમાં પીરાણા પાસે બે કિલોમીટર લાંબા ટ્રાફિક જામથી લોકો પરેશાન

Next Article