Ahmedabad Plane Crash : 59 સેકન્ડમાં 241 લોકોનો જીવ લેનાર વિમાનનું મેજર ચેકઅપ ક્યારે થયું? CEOએ સત્ય જણાવ્યું
Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને AI171 સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ ફેક્ટ બતાવ્યા છે. તેમણે કહ્યું કે, ટેકઓફ પહેલા વિમાનમાં કોઈ સમસ્યા જોવા મળી ન હતી. વિમાન અને એન્જિન બંનેનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવતું હતું.

12 જૂન 2025નો દિવસ દેશ ક્યારે પણ ભૂલશે નહી. આ દિવસે અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફના થોડા સમય બાદ એક એવી ઘટના બની કે, જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી એકનો જીવ બચ્યો આ સિવાય તમામ લોકોના મૃત્યું થયા હતા. સીટ નંબર 11A પર બેસેલો વ્યક્તિ જીવતો બહાર નીક્ળ્યો હતો. કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોના મૃત્યું થયા છે. આ અકસ્માત કેમ અને કઈ રીતે થયો. તેનું કારણ શું હતુ. તે વિશે હાલમાં તપાસ ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ ફેક્ટ બતાવ્યા છે. જે તમારે જાણવા ખુબ જરુરી છે.
જૂન 2023માં થયું હતુ વિમાનનું મેજર ચેકઅપ
એર ઈન્ડિયાના સીઈઓએ જણાવ્યું કે, વિમાનની સારી રીતે જાળવણી કરવામાં આવી હતી. તેનું ફુલ ચેક-અપ જૂન 2023માં કરવામાં આવ્યું હતું અને તેનું આગામી ચેક-અપ ડિસેમ્બર 2025માં હતું. તેનું જમણું એન્જિન માર્ચ 2025માં રિપેર કરવામાં આવ્યું હતું અને ડાબું એન્જિન એપ્રિલ 2025માં ચેક કરવામાં આવ્યું હતું. વિમાન અને એન્જિન બંનેનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવતું હતું.
#AirIndiaPlaneCrash | Air India CEO Campbell Wilson says, “We want to share some important facts about Flight AI171 to provide clarity during this difficult time. The plane was well-maintained, with its last major check in June 2023 and the next scheduled for December 2025. Its… pic.twitter.com/uIKj96d2ZM
— ANI (@ANI) June 19, 2025
ટેકઓફ પહેલા વિમાનમાં કોઈ સમસ્યા જોવા મળી નહી
તેમણે કહ્યું કે, ટેકઓફ પહેલા વિમાનમાં કોઈ સમસ્યા જોવા મળી ન હતી. આ ફેક્ટ છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. અમે સત્તાવાર તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. વિલ્સને વધુમાં કહ્યું કે ,આ દુર્ઘટના પછી, 14 જૂને DGCA એ અમને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. ત્યારબાદ અમે અમારા 33 બોઈંગ 787 વિમાનનું ઈસ્પેક્શન કરી રહ્યા છીએ. અત્યારસુધી 26 ઈન્સપેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેમણે સર્વિસની પણ મંજુરી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, વિમાન હાલમાં મેન્ટેન્સ પ્રોસેસમાં છે.અને સેવામાં મુકતા પહેલા તેની વધારાની તપાસ કરવામાં આવશે. સમીક્ષા પછી, DGCA એ પુષ્ટિ આપી છે કે, અમારા બોઇંગ 787 કાફલા અને જાળવણી પ્રક્રિયાઓ સલામતીના ધોરણોને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે.
ટેકઓફ થયાના 59 સેકન્ડ પછી વિમાન ક્રેશ થયું
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેક ઓફના 59 સેકન્ડ બાદ મેઘાણીનગરમાં ક્રેશ થયું હતુ.આ વિમાનમાં 242 લોકો સવાર હતા. જેમાં 230 પ્રવાસીઓ અને 12 ક્રી મેમ્બર સામેલ હતા. વિમાનમાં સવાર 230 પ્રવાસીઓમાંથી 169 ભારતીય પ્રવાસી હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હતા. જેનું અકસ્માતમાં નિધન થયું છે.
વિમાનનું મેજર ચેક-અપ કેટલા વર્ષમાં થાય છે?
મીડિયા રિપોર્ટ મુજબ બોઈંગ 787 ડ્રીમલાઈનરનું મેજર ચેકએપ સામાન્ટ રીતે 6-10 વર્ષ વચ્ચે કરવામાં આવે છે. મેજર ચેકઅપને ડી ચેકઅપ પણ કહેવામાં આવે છે. બોઈંગની ગાઈડલાઈન મુજબ ડી ચેક અંદાજે 30,000 થી 40,000 ઉડાન કલાકો બાદ કરવામાં આવે છે. ડી-ચેકમાં વિમાનની સંપૂર્ણ સંરચના,એન્જિન, સિસ્ટમ અને કેબિનનું સંપૂર્ણ નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવે છે. તેને પૂર્ણ થવામાં લગભગ 4-6 અઠવાડિયા લાગે છે.