Ahmedabad: મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે થયેલી ઠગાઇના 10 કરોડથી વધુ રૂપિયા પરત અપાવાયા

વેપારી સાથે કાપડની ઠગાઇ થઇ હોય તે માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે શીટ બનાવી હતી તે દરમિયાનમાં કાપડની તમામ ફરિયાદનો શીટમાં લેવામાં આવતી હતી અને શીટ દ્વારા વેપારીઓને તાત્કાલિક ન્યાય માટે કાર્યવાહી કરવામાં આવતી હતી.

Ahmedabad: મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે થયેલી ઠગાઇના 10 કરોડથી વધુ રૂપિયા પરત અપાવાયા
Incentives rewarded policemen
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:12 PM

અમદાવાદ (Ahmedabad) મસ્કતી માર્કેટ (Muscati market) ના વેપારીઓ (traders) ના કરોડો રુપિયા બહારના રાજ્યના વેપારીઓના હાથે ડુબી જતા હતા. જે રુપિયા લેભાગુ પાસેથી પરત આવે તે માટે રાજ્યના ગૃહપ્રધાનના આદેશથી સેક્ટર -2ના આઇજી JCP ગૌતમ પરમારે એક સીટ બનાવી હતી. આ સીટે છેલ્લા થોડા સમયમાં જ કુલ 10 કરોડની માતબર રકમ વેપારીઓને પરત અપાવી હતી. ગત મહિનામાં જ 7 PSI મળી કુલ 89 પોલીસકર્મીઓએ સીટે વેપારીઓના ડુબી ગયેલા 4 કરોડ પરત લાવી આપ્યા હતા. જે માટે તમામ પોલીસકર્મીઓને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંધવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. 7 પીએસઆઇ અને 70 પોલીસ કર્મી મળી કુલ 77 પોલીસકર્મી સન્માનિત કરવામાં આવ્યા, સાથે જ પોલીસ કમિશનર દ્વારા રોકડ ઇનામ અને સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમાર દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવ્યું હતું. મસકતી માર્કેટના વેપારીઓ પણ પોલીસકર્મીઓને પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું..

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને છેલ્લા ઘણા સમયથી મસ્કતી માર્કેટના વેપારી દ્વારા ફરીયાદ મળતી હતી કે તેમનો માલ ખરીદનાર અન્ય રાજ્યના વેપારીઓ તેમની સાથે ઠગાઇ કરે છે અને વારંવાર ઠગાઇ આચરી કરોડો રુપિયાનું કાપડ લઇ જાય છે અને પરત આપતા નથી અથવા રૂપિયા પણ આપતા નથી. જેથી રાજ્યના ગૃહપ્રધાનએ સેકટર-2ના JCP ગૌતમ પરમારને સુચના આપી હતી અને તેમની ફરિયાદનો નિકાલ લાવવા માટે જણાવ્યુ હતુ. જેથી ગૌતમ પરમારે કાપડની ઠગાઇ થઇ હોય તે માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે શીટ બનાવી હતી તે દરમિયાનમાં કાપડની તમામ ફરિયાદનો શીટમાં લેવામાં આવતી હતી અને શીટ દ્વારા વેપારીઓને તાત્કાલિક ન્યાય માટે કાર્યવાહી કરવામાં આવતી હતી.

આ દરમિયાનમાં શીટમાં 605 જેટલી અરજીઓ આવી હતી. જેમાં 55 જેટલી અરજી નિકાલ કરી પૈસા રિકવર કરવામાં આવ્યા છે. જે શીટમાં રહેલા 7 પીએસઆઇ સહિત 89 પોલીસકર્મીઓની નિમણૂંક કરી કાપડની અરજીઓ માટે જ કામ હાથ ધરાયું હતુ. આખરે વેપારીઓને ન્યાય મળે તે રીતે અન્ય રાજ્યોમાં જઇ પોલીસે કાર્યવાહી કરી છેલ્લા થોડા સમયમાં જ ગુજરાતના અમદાવાદના વેપારીઓની કુલ 10 કરોડ જેટલી માતબર રકમ પરત મેળવી આપી હતી. SIT ની ટિમ સફળતા મળતા જ પોલીસની કામગીરીને પ્રોત્સાહન આપવામાં ગૃહમંત્રી હસ્તે સન્માન કરાયું. ગૃહમંત્રી કહ્યું કે SITની રચના અમદાવાદ કર્યા બાદ હવે રાજકોટ, સુરત અને વડોદરા માં SIT બનાવવા વેપારીઓ કહી રહ્યા છે. જે અમદાવાદ બધા એસોસિએશન માટે SIT નું કામ સુંદર ઉદાહરણ રૂપ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

SITની ટિમ દેશના પશ્ચિમ બંગાળ, તમિલનાડું, કર્ણાટક, મહારાષ્ટ્ર, દીલ્લી, રાજસ્થાન, પંજબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પહોંચી અલગ અલગ ઓપરેશન પાર પડ્યા હતા. અમદાવાદમાં આવેલા મસ્કતી માર્કેટમાં કાપડના વેપારીઓ પાસે બહારના રાજ્યના વેપારીઓ કાપડ ખરીદતા હતા અને બહારના રાજ્યના વેપારીઓ હોવાથી પૈસા આપતા ન હોવાથી ડુબી જતાં હતા. આવી જ રીતે એક વેપારીના પૈસા ડૂબી જતાં આપઘાત કરવાનો હતો પરંતુ SIT ટિમ દ્વારા પૈસા મેળવી આપતા વેપારી અને તેનો પરિવાર ખુશ થઈ ગયો હતો. આ વાતને લઈ ગૃહમંત્રી પોલીસની કામગીરીના ખૂબ વખાણ કર્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">