અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં મહત્વની જોગવાઈ, 3 વર્ષ સુધી નવી જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્ષ લાગુ નહિ પડે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 1082 કરોડનો વધારો કરી રૂપિયા 9482 કરોડનું સુધારેલ બજેટ સત્તા પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સુધારેલ બજેટમાં પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળશે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી લાગે અને પ્રોપર્ટી ટેક્ષમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી લે જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 1082 કરોડનો વધારો કરી રૂપિયા 9482 કરોડનું સુધારેલ બજેટ સત્તા પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સુધારેલ બજેટમાં પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળશે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી લાગે અને પ્રોપર્ટી ટેક્ષમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી લે જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રીબેટ અપાશે. ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13 ટકા રીબેટ અપાશે. 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14 ટકા રિબેટ અપાશે.
ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
3 વર્ષનો ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે. મનપા નવા સમાવાયેલા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. બોપલ-ઘુમા, ચીલોડા, નરોડા, કઠવાડા, સનાથલ, વિશાલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે.
AMCની બિલ્ડિંગોમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલોના મિલકત વેરામાં 70 ટકા રિબેટ
જ્યારે AMCની બિલ્ડિંગોમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલોના મિલકત વેરામાં 70 ટકા રિબેટ અને ટ્રસ્ટ સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં 70 ટકા રિબેટની રાહત આપવામાં આવી છે..વેરાના દરમાં રાહત આપતા કોર્પોરેશન પર 146 કરોડ રૂપિયાનો બોજો પડશે.
દરેક ઝોનમાં કેટલાક સ્થળે વ્હાઈટ કોપિંગ રોડ બનાવવાનું આયોજન
તો બીજીતરફ છેલ્લા 20 વર્ષના બાકી રહેલા ટેક્સના વ્યાજમાં માફી અપાઈ છે.. લોકો વેરો ન ભરતા હોવાથી કોર્પોરેશને રૂપિયા 1500 કરોડની રકમનું વ્યાજ માફ કર્યું છે.. વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં વિશેષ રોડ માટે 250 કરોડ જોગવાઈ છે.. આ સિવાય દરેક ઝોનમાં કેટલાક સ્થળે વ્હાઈટ કોપિંગ રોડ બનાવવાનું આયોજન છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રૂપિયા 506 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
ઓલિમ્પિકના આયોજનને પગલે સરદાર પટેલ સ્ટેડિયમના નવિનીકરણ માટે 25 કરોડની જોગવાઈ છે. બીજીતરફ વાહનવેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે વસૂલાતા ચાર્જમાં કોઈ વધારો નથી કરાયો.. જ્યારે મધ્યમ વર્ગના લોકો માટે વધુ 1500 LIG આવાસો બનાવાશે.. શિક્ષણ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રૂપિયા 506 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં નવી જંત્રીના અમલ બાદ બિલ્ડર એસોસિએશનનો વિરોધ, નવી જંત્રી મુદ્દે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક