AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ ફેરફાર

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ  ફેરફાર
RTO Office Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 11:01 PM
Share

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. જેમાં હવે બદલાયેલા સમય અનુસાર અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જ્યારે અગાઉ આ સમય સવારના 6.30થી રાત્રિના 10 સુધીનો હતો. તેમજ આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.

જેમાં મળતી માહિતી મુજબ, પાકા લાયસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જેમાં બપોરે 2. 30 થી 3 સુધી રિશેષ રહેશે. જ્યારે બપોરે 3 વાગ્યે બાદ સાંજના 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે. આ સાથે હવે સ્લોટમાં ઘટાડો કરાયો છે. જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને સરળતા રહે તે માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં ટુ વ્હીલરની 30 અને ફોર વ્હીલર માટે 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે.

રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી

આ અંગે જણાવતા, RTO આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા લોકોએ વેટિંગમાં રહેવું પડતું હતું જેને લઈને લોકો માટે સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વહેલી સવારના તથા રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી હતી જેથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

700  અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે. સાથે જ હરીફાઈ પણ વધી રહી છે. જેની વચ્ચે લોકો કેટલાક નિયમોને ભૂલી રહ્યા છે. જે નિયમનું પાલન નહીં થતા પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી જ રીતે ટ્રાફિક નિયમનું પાલન નહિ કરનાર અને ટ્રાફિકના ગુના કરનાર સામે ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપી છે. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા છે.

આ પણ વાંચો : Breaking News: આગામી 3 કલાકમાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની વકી

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">