IAS અધિકારી કે. રાજેશની CBI બાદ હવે EDએ કરી ધરપકડ, સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી કરી કાર્યવાહી

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશની અગાઉ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમા હવે EDએ કે રાજેશની ધરપકડ કરી છે. IAS અધિકારી સામે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. અગાઉ CBIની ટીમ દ્વારા તેમના ઠેકાણાઓ પર દરોડા પણ કરવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 4:35 PM

સુરેન્દ્રનગર (Surendranagar)ના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશ (K Rajesh)ની EDએ ધરપકડ કરી છે. અગાઇ CBIએ તેમની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે કે રાજેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.  CBIએ કે. રાજેશ સામે થોડા સમયની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી, જેમા EDએ સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી ટ્રાન્સફર વોરંટના આધારે કે. રાજેશની ધરપકડ કરી છે. હવે કે. રાજેશને અમદાવાદમાં આવેલી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે કે રાજેશ સામે ભ્રષ્ટાચારના વ્યાપક આરોપ લાગેલા છે. થોડા મહિના પહેલા જ કે. રાજેશના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં પણ કે. રાજેશનું કનેક્શન સામે આવ્યુ હતુ. જેમા સુરતથી તેમના વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ વચેટિયા મારફતે જ પૈસાની લેવડ દેવડ કરવામાં આવતી હોવાનુ પણ ખૂલ્યુ હતુ.

કે રાજેશ સામેના શું છે આરોપ ?

કે રાજેશ સામે સરકારી જમીન ગેરકાયદે લાભાર્થીઓને નામે ટ્રાન્સફર કરી આપવાના, સરકારી જમીન પર દબાણ કરનારાઓને નામે જમીન કરી આપવા અને આ દસ્તાવેજ નામે કરાવવામાં મોટી રકમ વસુલવાના તેમજ વન વિસ્તારની અનામત જમીન વન વિભાગની જાણ કે મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લેવાના પણ આરોપ છે. કે રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર રહેતા 271થી વધુ આર્મ્સ લાઈસન્સ ઈશ્યુ કર્યા હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. તેમાથી 39 લાઈસન્સ લેનારાઓના રિવ્યુ સારા ન હોવા છતા, નેગેટિવ રિપોર્ટ હોવા છતા લાઈસન્સ આપી દેવાનો પણ આરોપ છે.

વિથ ઈનપુટ-રોનક વર્મા- અમદાવાદ

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">