AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદીઓ પર વિકાસની વર્ષા યથાવત, ગૃહ પ્રધાન અમિત શાહ આજે 33 કરોડના રેલવેના કામોનું કરશે ખાતમુહૂર્ત

કેટલાય સમયથી 4 કરોડના ખર્ચે બનીને પડેલા શાયોના અને ચાંદલોડિયા વિસ્તારને જોડતા રેલવે અંડર પાસને કેન્દ્રીય ગૃહપ્રધાન (Amit Shah) શરૂ કરાવશે. તેમજ તે જ સ્થળ પાસે સભા પણ સંબોધશે.

Ahmedabad : અમદાવાદીઓ પર વિકાસની વર્ષા યથાવત, ગૃહ પ્રધાન અમિત શાહ આજે 33 કરોડના રેલવેના કામોનું કરશે ખાતમુહૂર્ત
Home Minister Amit Shah (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:59 AM
Share

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)  બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે સૌ પ્રથમ અમદાવાદ જગન્નાથ મંદિરે (jagannath Temple) તેમણે નાથની આરતી ઉતારી. જે બાદ કલોલ, રૂપાલ સહિતના વિસ્તારોમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરાયુ. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે 47 પર રૂપિયા 137 કરોડના ખર્ચે બનેલા 7 ફ્લાયઓવર જનતાને સમર્પિત કર્યા.આ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. ગૃહપ્રધાનના હસ્તે વાસણ ગામે તળાવના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરાયુ. તો રૂપાલમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. શુક્રવારે એકસાથે રૂપિયા 117 કરોડના કામો ગૃહપ્રધાનના મતવિસ્તારની અંદર શરૂ થયા. તો રૂપિયા 93 કરોડના કામોનું લોકાર્પણ થયું.જેમાં કુલ મળીને રૂપિયા 210 કરોડના કામોની શરૂઆત થઈ છે.

રેલવે અંડર પાસને કેન્દ્રીય ગૃહપ્રધાન શરૂ કરાવશે

આજે અમિત શાહ 33 કરોડના રેલવેના(Railway)  કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં કેટલાય સમયથી 4 કરોડના ખર્ચે બનીને પડેલા શાયોના અને ચાંદલોડિયા વિસ્તારને જોડતા રેલવે અંડર પાસને કેન્દ્રીય ગૃહપ્રધાન શરૂ કરાવશે. તેમજ તે જ સ્થળ પાસે સભા પણ સંબોધશે. જેની સાથે એસજી હાઇવેને જોડતા ચાંદખેડા, ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ અલગ રેલવે અંડરપાસનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જે બાદ બાદ થલતેજ ખાતે 85 હજાર વૃક્ષોનું તેઓ મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરશે.

અમિત શાહે ચૂંટણીના શ્રીગણેશ કર્યો

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં(Gujarat) રથયાત્રા અને અષાઢી બીજના પ્રારંભ સાથે જ રાજ્યમા યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો છે. જેમાં ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. જેના દ્વારા તેમણે આડકતરી રીતે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરવાનો સંકેત આપ્યા છે.મહત્વનુ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપના કોઇ પણ નેતાએ પોતાની મુલાકાત દરમ્યાન ભાજપના ઉમેદવારને વોટ આપવા અપીલ નથી કરી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">