હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કેસમાં કચ્છ જિલ્લા પ્રશાસનને ખખડાવ્યું, જાણો શું છે આખો કેસ

હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કેસમાં કચ્છ જિલ્લા પ્રશાસનને ખખડાવ્યું, જાણો શું છે આખો કેસ
Gujarat Highcourt (File Image)
Image Credit source: File Image

લેન્ડ ગ્રેબિંગ મામલે કચ્છમાં થયેલ ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો છતાં આ કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Ronak Varma

| Edited By: kirit bantwa

Jun 21, 2022 | 10:20 PM

ગુજરાત હાઇકોર્ટ (High Court) ના આદેશનું પાલન ન કરવા બદલ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કચ્છ (Kutch) જીલ્લા પ્રશાસનની કામગીરી સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના હુકમ બાબતે પોલીસ (Police) અને કલેકટર કચેરી વચ્ચે યોગ્ય સંકલન થયું ન હતું, જેથી અરજદાર સામે પોલીસે ફરિયાદ નોધી હતી. જેમાં કલેક્ટર કચેરીના ચીટનીશની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કોર્ટે જવાબદાર ચિટનીસ સામે શું પગલા લીધા, શું તેને સસ્પેન્ડ કર્યા કે કેમ ! તે સવાલ પણ હાઇકોર્ટે સરકારને પૂછ્યો છે. કોર્ટે પણ ટકોર કરી આવું જો ડિમોલિશનના કિસ્સામાં બન્યું હોત તો ? જો વ્યક્તિ કામ પર મોડા આવે, તો તેને સસ્પેન્ડ કરવા સુધીનું પણ કાર્ય કરો છો, જ્યારે આ તો કોર્ટનો ઓર્ડર હતો !’

કચ્છ જિલ્લા પ્રશાસનની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. લેન્ડ ગ્રેબિંગ મામલે કચ્છમાં થયેલ ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ કોર્ટ સ્ટે ઓર્ડર કર્યો હતો, તેમ છતાંય 22 મી જાન્યુઆરીએ અરજદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના ઓર્ડર અંગે પોલીસ વિભાગ સાથે સંકલન અભાવના કારણે અરજદાર સામે ફરિયાદ દાખલ કરાઇ. જેથી અરજદાર દ્વારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરવામાં આવી હતી.

આ મામલે ચીટનીશ દ્વારા ભૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને કોર્ટે ચીટનીશ સામે કાર્યવાહી કરવા માટે પણ કહ્યું હતું. જે અંગે આજે સુનાવણી દરમિયાન જાણ કરાઈ કે ચીટનીશને નોટિસ અપાઇ છે, જેને લઇને કોર્ટે અણગમો વ્યક્ત કર્યો અને ટકોર કરી કે જો કોઈ કર્મચારી અડધો કલાક મોડો આવે, તો તેને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરો છો, જ્યારે આ તો કોર્ટનો ઓર્ડર હતો. આ મામલે મગરના આંસુ ન સારો’

હાઈકોર્ટમાં અન્ય એક કેસમાં પણ સુનાવણી થઈ હતી. ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુરની વાગલવાડા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ હોવાની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર વચ્ચે એડવોકેટ જનરલે રાજ્યમાં સરકારી શાળાઓની કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજુ કરી જે અંગે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સંતોષ વ્યક્ત કરતા સુઓમોટો અરજીનો નિકાલ થયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati