AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરાવવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ સરકારની કામગીરીને લઈ ભારો ભાર રોષ વ્યક્ત કર્યો હતો.

Ahmedabad : રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરાવવા હાઇકોર્ટનો આદેશ
Gujarat Highcourt
Ronak Varma
| Edited By: | Updated on: Oct 20, 2022 | 10:08 AM
Share

રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના (Slaughterhouse) મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સમગ્ર મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારનો રીતસરનો ઉધડો લીધો હતો અને જણાવ્યુ હતુ કે, સરકાર (Gujarat Govt) દરેક વખતે કામગીરીના નામે માત્ર મગરના આંસુ સારી રહી છે. સરકાર માત્ર નોટિસ આપીને જ કામ ચલાવે છે અને રાજ્યમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર કતલખાના મામલે નામદાર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આપેલા ચુકાદાનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.

ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન બાદ જણાવવામાં આવ્યુ હતુ કે, ગેરકાયદેસર કતલખાનાઓમાં કોઈપણ પ્રકારની શુદ્ધતા કે અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. જેના કારણે માનવજીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ એટલે કે જેમની પાસે લાયસન્સ નથી તેવા તમામ કતલખાનાઓ બંધ કરાવવા હાઇકોર્ટે નિર્દેશ પણ કર્યો છે.

લીગલ સર્વિસ ઓથોરિટીને રિપોર્ટ સબમિટ કરવા સૂચન

હાઇકોર્ટે આ મામલે રાજય સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, જો આવા પ્રકારના કતલખાના બંધ કરાવવા અથવા તો સર્વે કરવા માટે લો એન્ડ ઓર્ડરની (Law and order)  પરિસ્થિતિ જોખમાય તો પોલીસને પણ જરૂરી પગલાં લેવા. આ ઉપરાંત તાલુકા જિલ્લા અને મનપામાં ચિકન, માંસ-મચ્છી વેચતી દુકાનોનો સર્વે કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. તો ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીને સમગ્ર મામલે સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરવા પણ હાઇકોર્ટે સૂચન કર્યુ છે.

વધુ સુનાવણી 8 ડિસેમ્બરે યોજાશે

તમામ કામગીરીના રિપોર્ટ સાથે આવતી મુદત સાથે જરૂરી કમિટીઓના અધિકારીઓ તથા એનિમલ હસબન્ડરીના અધિકારીઓને કામગીરીના રિપોર્ટ સાથે હાઇકોર્ટમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ લાઇસન્સ વગર ચાલતા તમામ ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ સુનાવણી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે

Follow Us
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
g clip-path="url(#clip0_868_265)">