ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, જાણો… ક્યાં કેટલો વરસાદ પડ્યો

સૌથી વધુ સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પોરબંદરના રાણાવાવમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 4 ઈંચ વરસાદ પડયો હતો જ્યારે દેવભૂમિ દ્વારકામાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jul 05, 2022 | 8:23 PM

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જૂદા જૂદા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર (Saurastra) અને કચ્છ (Kutch) માં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પોરબંદરના રાણાવાવમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 4 ઈંચ વરસાદ પડયો હતો જ્યારે દેવભૂમિ દ્વારકામાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં પોણા ચાર ઈંચ વરસાદ પડવા ઉપરાંત રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના માંડવી અને બોટાદના ગઢડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અબડાસામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જયાં દોઢ ઈંચ વરસાદમાં પ્રિ-મોન્સુન પ્લાન પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાની પોલ ખુલી પડી હતી. પ્રિ-મોન્સુન પ્લાનનો સત્યાનાશ થતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના 150 ફૂટ રિંગરોડ, મહુડી રોડ, રૈયા રોડ, આજ્ઞિક રોડ, ઢેબર રોડ, કેનાલ રોડ સહિત વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા હતા. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મવડી બ્રિજ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મનપાના પાપે વરસાદી માહોલમાં શહેરીજનો પરેશાન થયા હતા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati