વરસાદ માટે તૈયાર રહેજો, 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

વરસાદ માટે તૈયાર રહેજો, 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
5 દિવસ વરસાદની આગાહી
TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 05, 2022 | 3:39 PM

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર (Saurashtra)માં ફરી ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain)પડવાની શક્યતા છે. મેઘરાજા ફરી સૌરાષ્ટ્રને ઘમરોળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં 8 અને 9 ઓગષ્ટે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા અને છૂટોછવાઓ વરસાદ રહેશે. 8 ઓગષ્ટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદ ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સુન એક્ટિવિટીને કારણે તેમજ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગષ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના જલાલપોરમાં 5 ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં 3.5 ઈંચ, ખેડાના કપડવંજ, જૂનાગઢ, સુરતના પલસાણામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 50 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 73 ઈંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢમાં ધોધમાર વરસાદ

આ તરફ જૂનાગઢ પંથકમાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સારો એવો વરસાદ વરસતા જૂનાગઢ પાણી પાણી થયું છે. ગિરનાર પર્વત પરથી પડતા પાણીના ધોધથી અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારની સીડીઓ પર વહેતા પાણીથી અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. હાલ ચોમાસાના કારણે પ્રકૃત્તિ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદના કારણે રમણીય નજારો જોવા મળે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati