Heatwave: ગુજરાતમાં રેકોર્ડ તોડ ગરમીને કારણે પશુ-પક્ષીઓમાં બીમારી અને મોતના કેસ વધ્યા, આંકડા ચોંકાવનારા

Heatwave: ગુજરાતમાં રેકોર્ડ તોડ ગરમીને કારણે પશુ-પક્ષીઓમાં બીમારી અને મોતના કેસ વધ્યા, આંકડા ચોંકાવનારા
ગરમીને કારણે પક્ષીઓ બીમાર થવાના કેસમાં વધારો

જીવદયા સંસ્થામાં ડિહાઈડ્રેશનથી (Dehydration) બીમાર પક્ષીઓની (Birds) સંખ્યામાં 20 થી 30 ટકાનો વધારો છે. સૌથી વધુ કબુતર અને સમડી આવતી હોય છે.

Darshal Raval

| Edited By: Tanvi Soni

May 23, 2022 | 5:25 PM

ગુજરાતમાં (Gujarat) હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. જો કે છેલ્લા બે મહિનામાં જે રેકોર્ડ તોડ ગરમી (Heat) પડી છે. જેના કારણે 108 અને હોસ્પિટલમાં કેસમાં વધારો થયો. તે જ રીતે અબોલ પશુ પક્ષીઓ પણ ગરમીનો ભોગ બન્યા. એટલું જ નહીં પણ છેલ્લા ત્રણ વર્ષમાં ભોગ બન્યાનો આંકડો પણ વધ્યો છે.

આ વર્ષે ગરમીએ તેના રેકોર્ડ તોડયા છે. 7 વર્ષ બાદ એટલે કે 2016 માં રાજ્યમાં 48 ડિગ્રી પારો નોંધાયો હતો, તેની સામે 7 વર્ષ બાદ ચાલુ વર્ષે 47 ડિગ્રી ઉપર પારો નોંધાયો. જે ચાલુ વર્ષનું સૌથી વધુ તાપમાન છે. જે ગરમીના કારણે આ વર્ષે ગરમીને લગતા કેસમાં પણ વધારો નોંધાયો છે. માનવીઓ તો ઠીક અબોલ પશુ -પક્ષીઓમાં પણ ગરમીને કારણે બીમારીના કેસ વધ્યા છે. જીવદયા સંસ્થા કે જે વર્ષોથી અબોલ પશુ પક્ષીઓ માટે કામ કરે છે. તેમાં આ વર્ષે 30 ટકા કેસમાં વધારો નોંધાયો છે અને તેમાં પણ જે કેસ આવી રહ્યા છે તેમાં 20 ટકા મોતનો રેશિયો છે. ત્રણ વર્ષની સરખામણીમાં આ કેસ સૌથી વધુ છે. હજુ પણ આ આંકડા વધવાની શક્યતા છે.

બીમાર પક્ષીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો વધારો

જીવદયા સંસ્થાના મેનેજરે આપેલી માહિતી અનુસાર ડિહાઈડ્રેશનથી બીમાર પક્ષીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો વધારો છે. સૌથી વધુ કબુતર અને સમડી આવતી હોય છે. આ વર્ષે ગરમી વહેલા શરુ થઈ છે. ગરમીથી મનુષ્ય ને અસર થાય તો પક્ષીઓને પણ અસર થાય છે, ડિહાઈડ્રેશનથી પક્ષીઓ આવતા હોય છે, વ્યવસ્થાના ભાગ રૂપે પાણીમાં મીઠુ અને ખાંડ નાખીને આપવામાં આવે છે. જીવદયા સંસ્થાના મેનેજરના જણાવ્યા પ્રમાણે એપ્રિલમા 80 થી 90 કેસ આવે છે, મે મહિનામા 9 દિવસમા 500 કેસ આવ્યા છે, છેલ્લા ત્રણ વર્ષમા આ વર્ષે આંકડો વધારે છે, 30 ટકા જેટલા કેસ વધુ છે, લોકડાઉન વખતે 30 પક્ષી આવતા આ વખતે વધી ગયા છે, 90 નો આંકડો થયો છે, 40 ટકા કેસમાં વધારો થયો છે. 20 ટકા મોતનો રેસીયો છે, લોકોને એક જ અપીલ કે ખુલ્લી જગ્યા પર કુંડા મુકો અને તેમા મીઠુ અને ખાંડ વાળુ પાણી રાખો. સાથે બને તેટલા વૃક્ષો વધુ વાવો.

પક્ષીઓમાં ગરમીથી બીમારીના ક્યારે કેટલા કેસ નોંધાયા?

વર્ષ 2019- માર્ચથી મે દરમિયાન – 2690 કેસ વર્ષ 2020- માર્ચથી મે દરમિયાન – 2300 કેસ વર્ષ 2021- માર્ચથી મે દરમિયાન- 3260 કેસ વર્ષ 2022- માર્ચથી આજ સુધી- 4500 કેસ વર્ષ 2022- એપ્રિલ સુધી – 2476 કેસ વર્ષ 2022- એપ્રિલ સુધી – 448 રેસ્ક્યૂ

આ તો માત્ર જીવદયા સંસ્થાની વાત થઈ, પણ આ પ્રકારે અન્ય સંસ્થાઓ પણ કામ કરે છે. તેમજ કેટલીક વ્યક્તિ સેવા ભાવે કામ કરે છે. જેમાં પાલડીમાં રહેતા લાલાભાઈ શાહ કે જેમનો 7 વર્ષ પહેલા એક અકસ્માત બાદ જીવ બચ્યો હતો. ત્યારે તેમણે અબોલ પશુ પક્ષીઓની સેવા કરશે તેવો નિશ્ચય કર્યો હતો. તેઓ હાલ અબોલ પશુ પક્ષીઓ માટે સેવા આપે છે અને આખા અમદાવાદમાંથી જ્યાંથી પણ કોલ મળે કે તેઓ તરત પોતે મોડીફાય કરેલી રેસ્કયૂ વાન લઈને સ્થળ પર પહોંચી જાય છે અને ટિમ સાથે અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવે છે.

પક્ષી પ્રેમી લાલાભાઈ શાહે આપેલી માહિતી

પક્ષી પ્રેમી લાલાભાઇ શાહે TV9 સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે 2004થી કામ કરુ છુ, 7 વર્ષ પહેલા અકસ્માત થતા આ સેવા આપુ છુ, દરેક અબોલ પશુ પક્ષી માટે કામ કરુ છુ, દરરોજ 8થી 14 કેસ હોય છે, પક્ષીઓ માટે રેસ્કયુ વાન બનાવી છે. પક્ષીઓની મદદ માટે પાણીના કુંડા સાથે રાખુ છુ, કીટ રાખુ છુ, સાધનો રાખુ છુ, ORS સાથે રાખુ છુ, માળા રાખુ છુ, અકસ્માત થયો ત્યારે નક્કી કર્યુ કે સાજો થઈશ, તો પક્ષીઓની સેવા કરીશ અને ત્યારથી ‘પુછશો તો જાણશો’ સ્લોગન હેઠળ કામ શરૂ કર્યુ છે.

એટલું જ નહીં પણ ખાનગી સંસ્થા અને ટ્રસ્ટ સાથે સરકારી એનિમલ હેલ્પ લાઇન પણ કાર્યરત છે. જેમાં આ વર્ષે સામાન્ય કેસમાં વધારો નોંધાયો છે. જે તમામ સંસ્થાના આંકડા એ જ કહી રહ્યા છે કે ગરમીના આંકડા સાથે ગરમીને લગતા કેસમાં વધારો થયો છે. ગરમીથી બચવા માનવી તો વિવિધ ઉપાયો કરી લે છે. પણ અબોલ પશુ પક્ષીઓ ઉપાયો નહિ કરી શકતા તેઓ ગરમીનો ભોગ બને છે. જેને બચાવવા હોય તો તમામ સંસ્થાએ અબોલ પશુ પક્ષીઓ માટે થોડો સમય કાઢી પક્ષીઓ માટે ખાંડ અને મીઠા વાળુ પાણી બનાવી મુકવા અને વૃક્ષો વાવવા સલાહ આપી છે. જેથી માનવી સાથે અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવી શકાય.

મે મહિનામાં 8 દિવસમાં નોંધાયેલા પક્ષીઓના કેસ

1 મે- 61 કેસ- મૃત 7 2 મે- 66 કેસ- મૃત 13 3 મે- 82 કેસ-મૃત 13 4 મે- 70 કેસ-મૃત 10 5 મે- 73 કેસ-મૃત 12 6 મે- 75 કેસ-મૃત 11 7 મે- 77 કેસ-મૃત 14 8 મે- 60 કેસ-મૃત 11

કુલ 564 અને 91 પક્ષીઓ મૃત્યુ પામ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati