AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઈવ,  બપોર સુધીમાં 10 લાખ લોકોએ રસી લીધી

Gujarat : મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઈવ, બપોર સુધીમાં 10 લાખ લોકોએ રસી લીધી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 4:19 PM
Share

આજે આ ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે.

રાજ્યમાં આજે મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશનની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે બપોર સુધીમાં 10 લાખ લોકોએ કોરોનાની રસી લીધી છે. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર લોકો વેક્સિન લઈ રહ્યા છે. રાજ્ય સરકારની આ વેક્સિનેશન ઝૂંબેશને લોકોએ ખૂબ સારો આવકાર આપ્યો છે. મુખ્ય સચિવ પણ સતત મેગા ડ્રાઈવની સમીક્ષા કરી રહ્યા છે.

કોરોના રસીકરણમાં (Corona vaccination)ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ શ્રેષ્ઠ રહ્યું છે. ત્યારે મહત્તમ રસીકરણ કરી સૌના સાથ થકી (GUJARAT) રાજ્યને કોરોનામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આજે તા.17મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 રસીકરણની (Corona vaccination) મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર મેગા ડ્રાઇવના આયોજન અને તૈયારીઓ અંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે ગઇકાલે ગુરુવારે વિડીયો કોન્ફરન્સ (Video conferencing)મારફતે તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ.કમિશનર સાથે સંવાદ કરી જરુરી સુચનાઓ આપી હતી. આજે સવારથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થઇ ગયો છે. સમગ્ર કામગીરી પર સવારથી મુખ્ય સચિવ પંકજ કુમાર નજર રાખીને તેની જરૂરી સમીક્ષા કરી રહ્યા છે.

મેગા ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક

આજે આ ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. (Mega drive)મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અને (GUJARAT) રાજ્યમાં તા. 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34, 787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.

Published on: Sep 17, 2021 04:19 PM
g clip-path="url(#clip0_868_265)">