AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત યુનિવર્સિટી બનશે ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી, સાત વિદેશી ભાષાના શરૂ થશે ડિગ્રી-ડિપ્લોમાં કોર્સ

આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન લેગ્વેજ માટે અલગથી ડિપાર્ટમેન્ટ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં સાત અલગ અલગ વિદેશી ભાષા વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. વર્ષ 2036માં આયોજિત થનારી ઓલિમ્પિક અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે વૈશ્વિક ભાષાઓના જાણકાર ગુજરાતમાં જ હોય એ બાબતને ધ્યાને રાખી સ્પેશ્યિલ વિદેશી ભાષા માટેનો ડિપાર્ટમેન્ટ શરૂ થશે. આ પ્રકારે ફોરેન લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરનારી ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે.

ગુજરાત યુનિવર્સિટી બનશે ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી, સાત વિદેશી ભાષાના શરૂ થશે ડિગ્રી-ડિપ્લોમાં કોર્સ
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 08, 2024 | 10:16 PM
Share

ગુજરાત યુનિવર્સિટી દેશની એવી પ્રથમ સરકારી યુનિવર્સિટી બનશે કે જ્યાં એકસાથે 7 વિદેશી ભાષાઓ ફૂલ ટાઈમ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણાવવામાં આવે. વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ક્રેઝ, મલ્ટીનેશનલ કંપનીઓની ગુજરાતમા એન્ટ્રી તેમજ ઓલિમ્પિક ગુજરાતમાં યોજાવાની શક્યતાઓને લઈ અંગ્રેજી સિવાયની અન્ય વિદેશી ભાષાઓ પણ વિદ્યાર્થીઓ શીખે તે માટે દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ સાત ભાષાના અભ્યાસ કરાવવામાં આવશે.

ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે વિવિધ ભાષાના જાણકાર તૈયાર કરવાનો ઉદ્દેશ્ય

ગુજરાત વૈશ્વીક ફલક પર છવાયું છે ત્યારે વૈશ્વીક ભાષાઓના જાણકાર ગુજરાતમાં હોય એ બાબતને ધ્યાને રાખી ગુજરાત યુનિવર્સિટી ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરશે. 2036 ઓલિમ્પિક માટેની તૈયારીઓ, મલ્ટીનેશનલ કંપનીઓની ગુજરાતમાં એન્ટ્રી અને જી-20 સહિતની વૈશ્વીક ઇવેન્ટ રાજ્યમાં થઈ રહી છે. ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ અન્ય ભાષાના જાણકાર બને અને ભવિષ્યમાં અન્ય ભાષાના દુભાષીયાની ઉભી થનાર માંગને લઈ ગ્રાન્ટેડ કોલેજની જેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ શરૂ થશે.

ફોરેન લેગ્વેજ ડિપાર્ટમેન્ટ માટે તજજ્ઞ પ્રોફેસર્સની કરાશે ભરતી

અત્યારે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ ભાષાના કોર્સિસ ચાલે છે. જે મોટા ભાગે સર્ટિફિકેટ કોર્સ હોય છે. એક જ જગ્યાએ અલગ અલગ સાત ભાષાના કોર્સ સમગ્ર ભારતમાં ક્યાંય ચાલી રહ્યા નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત આ પ્રકારના કોર્સ ચાલુ કરવામાં આવશે. આ તમામ કોર્સ UG, PG, PHD અને ડિપ્લોમાના હશે.

આ કોર્સ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયમી પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. જર્મની, ફ્રેન્ચ, સ્પેનિશ, કોરિયન, ચાઇનીઝ, તિબેટીયન, અરેબિક સહિતના કોર્સ ભણાવવામાં આવશે. આ તમામ કોર્સ માટે ફોરેન લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ ઉભુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અન્ય ગ્રાન્ટેડ કોર્સની જેમ જ ઓછી ફી એ પ્રવેશ મળશે.

આ પણ વાંચો: Pravasi Gujarati Parv : અમદાવાદ ખાતે યોજાશે પ્રવાસી ગુજરાતી પર્વ, 40 દેશના પ્રતિભાશાળી ગુજરાતીઓ આવશે એક મંચ પર, જુઓ વીડિયો

અલગ અલગ 7 ફોરેન લેગ્વેજના ડિગ્રી-ડિપ્લોમા કોર્સ શરૂ થશે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ નીરજા ગુપ્તા એ જણાવ્યું કે તાજેતરમાં G-20 સમિટ, વાયબ્રન્ટ ગુજરાત જેવી મલ્ટી ઇવેન્ટમાં ઇંગ્લિશ સિવાયની અન્ય વિદેશી ભાષાના જાણકારની જરૂર હોય ઉભી થઇ હતી.  2036 ઓલિમ્પિક પણ અમદાવાદમાં યોજાવાની શકયતા છે ત્યારે પણ આ પ્રકારના ભાષાના જાણકાર વ્યક્તિઓની જરૂર ઊભી થશે. જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જૂન મહિનાથી 7 વિદેશી ભાષાના કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરાવવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">