AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઇકોર્ટે લારી ગલ્લા દૂર કરવાના મુદ્દે એએમસીનો ઉઘડો લીધો, કહ્યું સત્તામંડળનું મનમરજી મુજબનું વર્તન ચલાવી લેવાય નહિ

હાઇકોર્ટે પૂછ્યું કે મ્યુનિસિપલ કમિશનરને કોણે આવો અધિકાર આપ્યો. હાઇકોર્ટએ કહ્યું કે વ્યકિતને ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં

હાઇકોર્ટે લારી ગલ્લા દૂર કરવાના મુદ્દે એએમસીનો ઉઘડો લીધો, કહ્યું સત્તામંડળનું મનમરજી મુજબનું વર્તન ચલાવી લેવાય નહિ
Gujarat Highcourt (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 4:56 PM
Share

ગુજરાત(Gujarat) હાઇકોર્ટે(Highcourt) અમદાવાદ મહાનગરપાલિકાનો(AMC) આજે લારી ગલ્લા દૂર કરવાના મુદ્દે ઉધડો લીધો હતો. જેમાં ઈંડા અને નોનવેજની લારીઓને (Non Veg Stall)  દબાણના નામે ઉપાડી લેવાના કોર્પોરેશનના પગલાંને લઈને હાઈકોર્ટે સખત શબ્દોમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. તેમજ કહ્યું હતું કે  વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે તે શું ખાશે એ શું હવે કોર્પોરેશન નક્કી કરશે

હાઇકોર્ટે પૂછ્યું કે મ્યુનિસિપલ કમિશનરને કોણે આવો અધિકાર આપ્યો. હાઇકોર્ટએ કહ્યું કે વ્યકિતને ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં. હાઇકોર્ટે કહ્યું કે પ્રશાસન મરજીથી વર્તીને લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અર્જન્ટ નોટિસ ઇસ્યુ કરી હતી.

અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના મુદ્દે થયેલી પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું  હતું. કોર્પોરેશનના વકીલે કોર્ટને જણાવ્યું કે માત્ર ઈંડા કે નોનવેજની લારીઓ હટાવવાનો કોર્પોરેશનનો કોઈ હેતુ નથી અને માત્ર ઈંડા અને નોનવેજની લારીઓ હટાવી તે બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી..

રસ્તા પર દબાણ કરતા હોય અને ટ્રાફિકને પરેશાની કરતા હોય તેવા લારી-ગલ્લા હટાવવા કોર્પોરેશનની ફરજ છે. હાઈકોર્ટનું અવલોકન દબાણ હટાવવાના નામે ઈંડા નોનવેજની લારીઓને ટાર્ગેટ ના બનાવવામાં આવે છે.  જો કે કોર્પોરેશને સ્પષ્ટ કર્યું કે કોઈને ટાર્ગેટ કરવાનો ઇરાદો નથી. હાઈકોર્ટે કોર્પોરેશનને સૂચના આપી કે લારી ગલ્લાવાળાઓ ૨૪ કલાકમાં અરજી કરે તો તેમના લારી-ગલ્લા બને તેટલા ઝડપથી છોડવામાં આવે.

એસોસિએશનનો આક્ષેપ  કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું 

ઉલ્લેખનીય છે કે,  ચાની કીટલી, ઈંડા કે આમલેટનું વેચાણ કરતી લારીઓ હોય કે પછી અન્ય ખાણીપીણીની વસ્તુનું વેચાણ કરતા એકમો કોઈને પણ સ્ટ્રીટ વેન્ડર ગણવામાં નથી આવ્યા. કોર્પોરેશનના આ નિર્ણયનો લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશને વિરોધ કર્યો  હતો. લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશનનો આક્ષેપ છે કે કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું છે.

આ અંગે જણાવતા સ્ટ્રીટ વેન્ડર એસોસીએશનના પ્રમુખ રાકેશ મહેરિયાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં એએમસી દ્વારા લો ગાર્ડન ખાતે હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં ભાડું વસૂલીને ખાણીપીણીનું વેચાણ કરવા મંજૂરી આપી હતી. પરંતુ શહેરના અન્ય માર્ગો પર આ સુવિધા આપવામાં નહીં આવે.

અગાઉ એએમસીએ(AMC)સ્ટ્રીટ વેન્ડિંગ એકમોની નોંધણી કરી હતી. જેમાં 67 હજાર 197 ફેરિયાઓની નોંધણી કરવામાં આવી હતી.. પરંતુ સર્વે બાદ સ્થળ પર તપાસ કરવામાં આવી તો માત્ર 28 હજાર ફેરિયાઓ જ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ

આ પણ  વાંચો :  Gandhinagar : મહેસુલ મંત્રીની દહેગામ મામલતદાર ઓફિસમાં સરપ્રાઇઝ વિઝીટ, કર્મચારીઓમાં ફફડાટ

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">