Gandhinagar : મહેસુલ મંત્રીની દહેગામ મામલતદાર ઓફિસમાં સરપ્રાઇઝ વિઝીટ, કર્મચારીઓમાં ફફડાટ
ઉલ્લેખનીય છે કે આ પહેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જાત દરોડા પાડીને સ્પષ્ટ કરી દીધુ છે કે ભ્રષ્ટાચાર સાંખી નહી લેવાય. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં તપાસ કરી હતી ,મહેસૂલ મંત્રીએ દરોડા પાડતાં ઓફિસના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ગુજરાતના મહેસૂલ મંત્રી (Minister of Revenue )રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) ફરીવાર એકશન મોડમાં જોવા મળ્યા હતા તેમણે સરકારી કચેરી ઓફિસમાં સરપ્રાઇઝ વિઝિટ લેતા તમામ કર્માચારીઓને સ્તબ્ધ કરી દીધા હતા.મહેસૂલ મંત્રીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીની (Dahegam Mamlatdar office) ઓચિતી મુલાકાત લેતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,આ સરપ્રાઇઝ મુલાકાતમાં અનેક કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જાત દરોડા પાડીને સ્પષ્ટ કરી દીધુ છે કે ભ્રષ્ટાચાર સાંખી નહી લેવાય. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં તપાસ કરી હતી ,મહેસૂલ મંત્રીએ દરોડા પાડતાં ઓફિસના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારની (Corruption )અનેક ફરિયાદો મળી હતી અને હાઇકોર્ટના વકીલે ફરીયાદ કરી હતી અને વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા તેના અતર્ગત મહેસૂલ મંત્રીએ વિભાગમાં જઇને દરોડા પાડયા હતા ,આ ઉપરાંત વિભાગમાં મળતિયાઓ વહિવટ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
આ અગાઉ મહેસુલ મંત્રી આણંદના પેટલાદમાં સરપ્રાઇઝ વિઝીટે પહોંચી ગયા હતા. અને ખુદ મંત્રી અરજદારનું ફોર્મ લઇને કર્મચારી પાસે ગયા હતા. અને, કેમ કામગીરીમાં મોડું થાય છે તે બાબતે કર્મચારીઓને ઠપકો પણ આપ્યો હતો. મહેસુલ મંત્રીની આવી કામગીરીને પગલે હાલ મહેસુલ વિભાગના કર્મચારીઓ અવાક બની ગયા છે.
આ પણ વાંચો : Ahmedabad : જુનિયર્સ રેસિડેન્ટ ડોકટરોની હડતાળનો ત્રીજો દિવસ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી