AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં રહેજો.. અંબાલાલ પટેલે કરી ગુજરાતમાં આકરી ગરમીની આગાહી, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જુઓ Video

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમીની આગાહી છે, તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ઘરમાં રહેજો.. અંબાલાલ પટેલે કરી ગુજરાતમાં આકરી ગરમીની આગાહી, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જુઓ Video
| Updated on: Apr 27, 2026 | 9:32 PM
Share

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેવાની શક્યતા છે, જેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે રાજકોટ, પોરબંદર, પાટણ, સુરત, બોટાદ અને અમદાવાદમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, મધ્ય ગુજરાતમાં તાપમાન આશરે 43 ડિગ્રી, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 34 થી 37 ડિગ્રી જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.

આ ગંભીર ગરમીની સીધી અસર જાહેર સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. રાજ્યમાં ઇમરજન્સી સેવાઓ પર ભાર વધ્યો છે. છેલ્લા 26 દિવસમાં 108 ઇમરજન્સી સેવામાં ગરમી સંબંધિત કુલ 1518 કેસ નોંધાયા છે.

છ દિવસ માટે ઓરેન્જ એલ

એકલા અમદાવાદમાં ચાલુ મહિનામાં ગરમીના 243 કેસ નોંધાયા છે. શહેર માટે આગામી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં એરંડી ગામે કાળઝાળ ગરમીના કારણે પતિ-પત્ની બેભાન થવાની ઘટના પણ સામે આવી હતી, જેમને તાત્કાલિક સારવાર અપાઈ હતી.

રાજકોટના ધોરાજીમાં પણ હીટવેવની અસરને પગલે આરોગ્યતંત્ર સક્રિય બન્યું છે, જ્યાં દરરોજ 700 થી વધુ ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે જેમાં તાવ, ચક્કર અને ઉલટીના દર્દીઓનો સમાવેશ થાય છે.

બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળવું

આ સ્થિતિમાં તબીબો અને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળવા, ખાસ કરીને બપોરના સમયે. લૂ લાગવાથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી જેવા કે ઠંડું પાણી, નાળિયેર પાણી, લીંબુ પાણી અને છાસનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જંક ફૂડ ટાળવાની પણ સલાહ અપાઈ છે, કારણ કે તે ડિહાઇડ્રેશન અને પેટ સંબંધિત સમસ્યાઓ નોતરી શકે છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ અને ઘરમાં જ રહેવું હિતાવહ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાસ વિતરણ જેવા રાહત કાર્યો પણ શરૂ કરાયા છે. આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ હજી 2 થી 3 ડિગ્રી વધી શકે તેવી ચેતવણી પણ અપાઈ છે.

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">