આજથી રાજ્યની તમામ જિલ્લા અદાલતોની કામગીરી ઓનલાઈન જોઈ શકાશે, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે.

આજથી રાજ્યની તમામ જિલ્લા અદાલતોની કામગીરી ઓનલાઈન જોઈ શકાશે, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
Gujarat High CourtImage Credit source: File Image
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Feb 08, 2023 | 8:19 PM

દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં જેમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. નીચલી અદાલતોની કામગીરીનું જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદી જુદી કોર્ટમાં જરૂરી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાયા છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે.

આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં

મહત્વનું છે કે કોર્ટમાં ચાલી રહેલા લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, જાતિય સતામણીના કેસ, પોક્સોના કાયદા હેઠળના કેસનું જીવંત પ્રસારણ નહીં થઈ શકે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળના કેસ અને પ્રેગનન્સી એક્ટ હેઠળના કેસનું પણ જીવંત પ્રસારણ નહીં થાય. આ કેસોમાં પ્રાઈવસીના કાયદાનું ધ્યાન રાખવાનું હોવાથી આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારે સુપ્રિમ કોર્ટના બંને ન્યાયાધીશનું કર્યુ સ્વાગત

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારે સુપ્રિમ કોર્ટના બંને ન્યાયાધીશનું સ્વાગત કરતા કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ અને તેના સભ્યો લોકોની સરળતા માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સતત કાર્યરત છે. ગુજરાત હાઈકોર્ટની રોજની કાર્યવાહી લાઈવ કરવામાં આવે છે જેમાં ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલના હાલ 1.28 લાખ સબસ્ક્રાઈબર જ્યારે ચાલુ થયાથી અત્યાર સુધી 1 .72 લાખ કરતા વધારે વ્યુ હોવાની માહિતી પણ ચીફ જસ્ટીસે આપી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો: Urban 20 Summit: દેશ વિદેશના ડેલિગેટ્સ ઓટો રિક્ષામાં અમદાવાદ ફર્યા, લો-ગાર્ડનમાં ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા, સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી

આ ઉપરાંત તેમણે કહ્યું કે આજથી જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેના માટે હાઈકોર્ટના આઈ ટી વિભાગે ખુબ મહેનત કરી છે અને ટ્રેનિંગ પણ આપી છે, જ્યારે તેમણે તમામ મામલે રાજ્ય સરકારનો પણ આભાર માન્યો. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ જે.બી પારડીવાલા અને જસ્ટીસ એમ આર શાહે પણ એક સમયે ગુજરાત હાઈકોર્ટના સભ્ય હોવાનો ગર્વ વ્યક્ત કર્યો.

એટલુ જ નહીં જસ્ટીસ એમ. આર શાહે કહ્યું કે ઉત્તમ કામગીરીનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને સમય સાથે પરિવર્તન ખૂબ જરૂરી છે. છેવાડાના ગામમાં બેઠેલા વિદ્યાર્થીને હવે ખબર હોય છે કે દેશની સર્વોચ્ચ અદાલતમાં શું થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અરજદારને પણ ખબર હોય છે કે તેમના કેસમાં શું ચાલી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ગુજરાત હંમેશા નંબર 1 રહ્યું છે. દેશની કોઈ પણ હાઈકોર્ટે આ પ્રકારની કામગીરી કરી નથી માટે કહેતા ગર્વ થાય છે કે અમે પણ ગુજરાત હાઈકોર્ટના સભ્ય હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">