GUJARAT : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા, ઓમિક્રોન અંગે ગુજરાત સરકાર સજ્જ

|

Nov 29, 2021 | 10:21 PM

Gujarat Corona Update : કોરોના રસીકરણ અભિયાનમાં આજે 29 નવેમ્બરે રાજ્યમાં કુલ 4,94,213 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

GUJARAT : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા, ઓમિક્રોન અંગે ગુજરાત સરકાર સજ્જ
Gujarat Corona Update 29 November

Follow us on

AHMEDABAD : રાજ્યમાં આજે 29 નવેમ્બરે કોરોના વાયરસના નાવ 27 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા8,27,434 (8 લાખ 27 હજાર 434) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,092 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 29 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 49 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 28 દર્દીઓને રજા અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,081( 8 લાખ 17 હજાર 081 ) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા ઘટીને 262 થઇ છે તેમજ રીકવરી રેટ 98.75 ટકા છે.

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 29 નવેમ્બરે રાજ્યમાં કુલ 4,94,213 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,05,17,518 (7 કરોડ 05 લાખ 17 હજાર 518) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

IMDના વૈજ્ઞાનિક આર.કે. જેનામણિએ માહિતી આપી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં 1 ડિસેમ્બરથી 2 ડિસેમ્બરની રાત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

 

2.Vibrant Gujarat Summit 2022 : ગુજરાતે સમિટ પૂર્વે જ 14,000 હજાર કરોડના સુચિત રોકાણોના MOU કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને વિવિધ ઉદ્યોગકારો વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – #VGGS2022 ના પૂર્વાર્ધ અવસરે સમિટ પહેલાં આજે વધુ ₹14,000 કરોડના સુચિત રોકાણો અંગેના 12 જેટલા MoU ગાંધીનગર ખાતે સંપન્ન થયા હતા.

 

3.GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત

Vibrant Gujarat Summit 2022 :પેગી ફ્રેન્ટઝેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

4.એએમસી ઓમિક્રોન વેરિયન્ટ લઇને એકશનમાં, વિદેશથી પરત ફરેલા મુસાફરોની હોમ વિઝિટ લઇ સૂચના આપી

અમદાવાદ કોર્પોરેશને છેલ્લા બે દિવસમાં 400થી વધારે લોકો વિદેશથી અમદાવાદ આવ્યા છે, ત્યારે આ તમામ લોકોનો કોર્પોરેશને સંપર્ક કર્યો છે અને જરૂરી સૂચના આપી છે.

 

5.RAJKOT : ઓમિક્રોન વેરિએન્ટને પગલે રાજકોટ સિવિલ સજ્જ, ત્રીજી લહેરની તૈયારીઓ પણ પૂર્ણ

Omicron : રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આરએસ ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ આ નવા વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી તેમ છતા WHOની ચેતવણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરવામાં આવી છે.

 

6.VADODARA : મહિલા સુરક્ષા સમિતિના ચેરમેનનું મોટું નિવેદન, “દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ગોળી મારો”

મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલે કહ્યું કે આ સંસ્થાની સામે પગલા ભરવા જોઈએ અને ઊંડી કાર્યવાહી કરવી જોઈએ.

 

7.Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.

 

8.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના, ખંભાતના પરિવારને નડેલા અકસ્માતના મૃતકોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત

આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલા બે બાળકોની પડખે આ વિપદામાં ઉભા રહી રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી.

 

9.ગુજરાત સરકાર કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઇને સતર્ક, વાઈબ્રન્ટ સમિટના મહેમાનો અંગે ધ્યાન રખાશે

વાઈબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનો અંગે ધ્યાન રખાશે.વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ટાસ્ક ફોર્સની બેઠક પણ ફરી શરૂ થશે.ઓમિક્રોન ને ધ્યાને રાખી ગુજરાતના તમામ એરપોર્ટ પર ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે.

Published On - 9:57 pm, Mon, 29 November 21

Next Article