GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત

Vibrant Gujarat Summit 2022 :પેગી ફ્રેન્ટઝેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત
CM Bhupendra Patel and Luxembourg-Grand Duchy Ambassador Peggy Frantzen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:44 PM

GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન (Peggy Frantzen)એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમના રાષ્ટ્રની એક કંપની કચ્છના મુંદ્રામાં 100 કરોડ રૂપીયાના રોકાણ સાથે પોતાનું યુનિટ સ્થાપવાની છે. લક્ઝમબર્ગ રાજદૂતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેંજ શરૂ કરવાની પણ તત્પરતા વ્યક્ત કરી હતી.પેગી ફ્રેન્ટઝેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને કહ્યું કે, વિસ્તારની દૃષ્ટિએ નાનો દેશ હોવા છતા લક્ઝમબર્ગની આઠ-દસ કંપની –ઉદ્યોગો ભારતમાં કાર્યરત છે તે આવકાર્ય છે.CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આઇ.ટી, ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મેડીકલ ડિવાઇસિઝ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઇ છે. આગામી વાઇબ્રન્ટ સમિટ-2022માં લક્ઝમબર્ગના ઉદ્યોગો આ સેક્ટરમાં સહભાગિતા માટે આગળ આવે તો આ સાઝીદારી ભારત-ગુજરાત- લક્ઝમબર્ગ માટે ઉપયુક્ત બનશે એમ પણ CM ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીને આગામી વાઇબ્રન્ટ 2022માં તેમના દેશના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે જોડાવા પણ નિમંત્રણ આપ્યું હતું.  મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી.મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. નિલમ રાની આ બેઠકમાં જોડાયા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઉલ્લેખનીય છે કે ગુજરાતને વિશ્વ સમુદાય સમક્ષ મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમા આગામી વાઇબ્રન્ટ સમિટ 2022 “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે.

આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમિયાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ.14003.10 કરોડના સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2022 : ગુજરાતે સમિટ પૂર્વે જ 14,000 હજાર કરોડના સુચિત રોકાણોના MOU કર્યા

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના, ખંભાતના પરિવારને નડેલા અકસ્માતના મૃતકોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">