એએમસી ઓમિક્રોન વેરિયન્ટ લઇને એકશનમાં, વિદેશથી પરત ફરેલા મુસાફરોની હોમ વિઝિટ લઇ સૂચના આપી

અમદાવાદ કોર્પોરેશને છેલ્લા બે દિવસમાં 400થી વધારે લોકો વિદેશથી અમદાવાદ આવ્યા છે, ત્યારે આ તમામ લોકોનો કોર્પોરેશને સંપર્ક કર્યો છે અને જરૂરી સૂચના આપી છે.

કોરોનાના(Corona)નવા વેરિઅન્ટ ઓમિક્રોનને(Omicron)લઇને અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પણસ સતર્ક બન્યો છે. જેમાં વિદેશથી આવતા મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા બે દિવસમાં 400થી વધારે લોકો વિદેશથી અમદાવાદ આવ્યા છે, ત્યારે આ તમામ લોકોનો કોર્પોરેશને સંપર્ક કર્યો છે અને જરૂરી સૂચના આપી છે.

આ નિયમ મુજબ વિદેશથી પરત અમદાવાદ ફરેલા આ લોકોએ 7 દિવસ બાદ ટેસ્ટ કરાવી કોર્પોરેશનને જાણ કરવી પડશે. જેમાં વિદેશથી આવનાર તમામ મુસાફરોએ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે અને હોમ આઇસોલેશનનો ભંગ કરનાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.મહત્વનું છે કે, હાલ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટનો એક પણ કેસ નથી નોંધાયો.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના (Corona)નવા ઓમિક્રોન વેરિઅન્ટે( Omicron Variant)વિશ્વની ચિંતા વધારી છે.ત્યારે ઓમિક્રોનને લઇ ગુજરાત (Gujarat) સરકાર સતર્ક બની છે. જેમાં આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરી રહ્યાં છીએ. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતને (Vibrant Gujarat) લઈને પણ ઉદ્યોગ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

વાઈબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનો અંગે ધ્યાન રખાશે.વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ટાસ્ક ફોર્સની બેઠક પણ ફરી શરૂ થશે.ઓમિક્રોન ને ધ્યાને રાખી ગુજરાતના તમામ એરપોર્ટ પર ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે.નેગેટિવ રિપોર્ટ હશે તે વ્યક્તિને જ એરપોર્ટની અંદર પ્રવેશ મળશે.આ અંગે આરોગ્ય કમિશનરે જણાવ્યું કે એરપોર્ટ પર 72 કલાકની અંદરનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.જે વ્યક્તિ પોઝિટિવ આવશે તેને હોસ્પિટલ અથવા હોટલમાં આઇસોલેટ કરાશે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની મંદ ગતિએ થઈ રહી છે ખરીદી : લલિત વસોયા

આ પણ વાંચો :  મુસાફરોની સલામતી અને ટ્રેનની સ્પીડ બમણી કરવા રેલવે વિભાગ લેશે મોટુ પગલુ, ટ્રેનનું આગમન-પ્રસ્થાન ઓટોમેટિક બનાવાશે

  • Follow us on Facebook

Published On - 7:47 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati