Breaking News : ગ્રામ પંચાયતની ચૂંટણીના થોડા જ કલાકો પહેલા ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત, જુઓ List
ગુજરાત કોંગ્રેસે "સંગઠન સૃજન" અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નવી યાદી પ્રકાશિત કરી છે. કેટલાક પદાધિકારીઓને ફરીથી જવાબદારી સોંપાઈ છે જ્યારે ઘણા નવા ચહેરાઓ પણ સામેલ છે.

ગુજરાત કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ પગલાં લેતા રાજ્યના જિલ્લા અને મહાનગર પ્રમુખોની નવી યાદી જાહેર કરી છે. આ નવી જાહેરાતમાં કેટલાક આગલા પ્રમુખોને ફરીથી જવાબદારી આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નવા ચહેરાઓને તક મળી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનલ પટેલની વરણી કરવામાં આવી છે. તેમને અનેક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોના સહકાર સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ જાહેરાત બાદ નવી ઉર્જા જોવા મળી રહી છે.
ગુજરાત કોંગ્રેસે આ પસંદગીને સંગઠન મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પાર્ટી સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે આ બધી નિયુક્તિઓ કરાઈ છે.
| ક્રમ | જિલ્લો / શહેર | પ્રમુખનું નામ |
|---|---|---|
| 1 | અમદાવાદ શહેર | સોનલ પટેલ |
| 2 | અમદાવાદ જિલ્લો | રાજેશ ગોહિલ |
| 3 | અમરેલી | પ્રતાપ દુધાત |
| 4 | આણંદ | અલ્પેશ પઢીયાર |
| 5 | અરવલ્લી | અરણું પટેલ |
| 6 | બનાસકાંઠા | ગુલાબસિંહ રાજપુત |
| 7 | ભરૂચ | રાજેન્દ્રસિંહ રાણા |
| 8 | ભાવનગર જિલ્લો | પ્રવીણ રાઠોડ |
| 9 | ભાવનગર શહેર | મનોહરસિંહ |
| 10 | બોટાદ | હિંમત કટારીયા |
| 11 | છોટાઉદેપુર | શશીકાંત રાઠવા |
| 12 | દાહોદ | હર્ષદ નિનામાં |
| 13 | ડાંગ | સ્નેહીલ ઠાકરે |
| 14 | દેવભૂમિ દ્વારકા | પાલ આંબલિયા |
| 15 | ગાંધીનગર જિલ્લો | અરવિંદસિંહ સોલંકી |
| 16 | ગાંધીનગર શહેર | શક્તિ પટેલ |
| 17 | ગીર સોમનાથ | પુંજા વંશ |
| 18 | જામનગર શહેર | વીન્દ્રેન્દ્રસિંહ જાડેજા |
| 19 | જામનગર જિલ્લો | મનોજ કાથીરિયા |
| 20 | જુનાગઢ શહેર | મનોજ જોશી |
| 21 | ખેડા | કાળુસિંહ ડાભી |
| 22 | કચ્છ | વી. કે. હુંબલ |
| 23 | મહીસાગર | હર્ષદ પટેલ |
| 24 | મહેસાણા | બળદેવજી ઠાકોર |
| 25 | મોરબી | કિશોર ચીખલીયા |
| 26 | નર્મદા | રણજિતસિંહ તડવી |
| 27 | નવસારી | શૈલેશ પટેલ |
| 28 | પંચમહાલ | ચેતનસિંહ પરમાર |
| 29 | પાટણ | ઘેમર પટેલ |
| 30 | પોરબંદર | રામ મારૂ |
| 31 | રાજકોટ શહેર | ડૉ. રાજદીપસિંહ જાડેજા |
| 32 | રાજકોટ જિલ્લો | હિતેશ વોરા |
| 33 | સાબરકાંઠા | રામ સોલંકી |
| 34 | સુરત જિલ્લો | આનંદ ચૌધરી |
| 35 | સુરત શહેર | વિપુલ ઉધનાવાલા |
| 36 | સુરેન્દ્રનગર | નૌશાદ સોલંકી |
| 37 | તાપી | વૈભવ ગામીત |
| 38 | વડોદરા જિલ્લો | જશપાલસિંહ પઢીયાર |
| 39 | વડોદરા શહેર | ઋત્વિક જોશી |
| 40 | વલસાડ | કિશન પટેલ |

